વ્યારા તાલુકાના ચાંપાવાડી પીએચસી કેન્દ્ર પરના મલ્ટી પરપઝ હેલ્થ વર્કર સર્વે કરવા માટે જતા,જાસૂસી કરો છો એમ કહી સ્થાનિકે દાતરડા થી આરોગ્ય કર્મી પર હુમલો કર્યો.
વ્યારા તાલુકાના ચાંપાવાડી પીએચસી કેન્દ્ર પરના મલ્ટી પરપઝ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા રાકેશ ઈશ્વર પ્રજાપતિ (હાલ રહે.વ્યારા સારથી રેસીડેન્સી ઘર નં.41,ખટાર ફળીયુ તા.વ્યારા જી.તાપી મૂળ રહે.ઉવા ગામ મિસ્ત્રી ફળીયુ તા.બારડોલી જી.સુરત ) દર્દી ગુલી કાંતા ગામીત (રહે. ચાંપાવાડી પંઢાર ફળીયુ તા.વ્યારા જી.તાપી)ની લેપ્ટોસ્પાયરોસીસ બિમારીનુ સર્વેની કામગીરી કરવા માટે ગયા હતા.ત્યારે દર્દીના પતિ કાંતા કેશા ગામીત એકદમ ઉશ્કેરાઈ જઇ તમે અમારી જાસૂસી કરવા આવે છે તેમ કહી આરોગ્ય કર્મી ઉપર દાતરડા વડે હુમલો કર્યો હતો,અને ઢીકા પાટુનો માર મારી, અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી ધમકી આપી હતી. કાકરાપાર પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590