મજૂર પરિવાર બાંધકામ સાઇટ પર સુતો હતો ત્યારે બાળકી ગુમ થઇ; ઝાડીઓમાંથી લોહીથી લથબથ કપડા અને અવશેષો મળતાં ચકચાર
વહાબ શેખ (નર્મદા) - દાહોદથી 6 દિવસ પહેલા રાજપીપળા ખાતે કામ અર્થે આવેલા એક મજૂર પરિવારની 32 દિવસની નવજાત બાળકી પર અજાણ્યા જાનવરે ફાડી ખાતા હ ચકચાર મચી ગઈ છે. આ ઘટના રાજપીપળાના મહાવિધાય રોડ ઉપર ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળના ગેટની સામે એક ખુલ્લી જગ્યામાં આવેલી બાંધકામ સાઈટ પર બની હતી.
દાહોદ જિલ્લાના ગરબાડાથી કામ અર્થે માત્ર 6 દિવસ પહેલાં રાજપીપળા આવેલો મજૂર પરિવાર ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળના ગેટની સામે બાંધકામ સાઇડ પર રાત્રે સૂતો હતો ત્યારે અંદાજે 12:30 વાગ્યા ના દરમિયાન આંખ ખુલતા પોતાની સાથે સૂતેલી બાળકીને સાથે ન જોઈ માતાએ બુમાબુમ કરતા સાથે રહેલા લોકોએ બાળકીની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ બાળકી મળી ન આવતા આખરે ઘટનાની જાણ પોલીસને કરાઈ હતી.
સવારના સમયે ફરેન્સિક ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને શોધ ખોળ કરતા બાજુમાં આવેલ વ્રજ કોમ્પ્લેક્ષની પાછળ ઝાડીઓમાંથી બાળકીના લોહીથી ખરડાયેલા કપડા અને અવશેષો મળ્યા હતા. જેનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટીનો માહોલ છવાઈ ગયો હતો. હાલ નર્મદા વન વિભાગના અધિકારીઓ અને પોલીસ તપાસમાં જોડાયા છે. પ્રાથમિક અનુમાન મુજબ, કોઈ અજાણ્યા જાનવરે બાળકીને ઉઠાવી જઈ અને તેનું ભક્ષણ કરી નાંખ્યું હોય શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590