Latest News

આજથી ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે ગરમી ભૂક્કા બોલાવે તેવી આગાહી: અંબાલાલ પટેલ

Proud Tapi 26 Apr, 2024 05:22 AM ગુજરાત

એપ્રિલ મહિનામાં ગુજરાતમાં તાપમાનનો પારો સતત ઊંચો જ રહ્યો છે. ત્યારે આજથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. જે બાદ રાજ્યના વાતાવરણમાં પલટો પણ આવવાની શક્યતા છે અને ગરમી સાથે વાદળછાયા વાતાવરણની આગાહી પણ કરવામાં આવી છે. તો આજે આપણે જોઇએ જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એપ્રિલના બાકીના દિવસો અને મેમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે શું આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યુ છે કે, 26મી તારીખથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ છે. આ પછી તારીખ 27 અને 28 દરમિયાન વાદળવાયું આવવાની શક્યતાઓ છે. આ સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશ તથા પૂર્વ ભારતમાં કેટલાક ભાગોમાં પ્રીમોન્સુન એક્ટિવિટી થઈ શકે છે. આ સાથે અંબાલાલ પટેલે ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદી માહોલ પણ થવાની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં આકરી ગરમી પડવાની સાથે હવામાનમાં પલટાના અનુમાનમાં અંબાલાલ પટેલ જણાવ્યુ કે,નજીકના સમયમાં અરબ અને બંગાળના સાગરનો ભેજ એકત્રિત થશે, આવામાં 28 અને 29 તારીખ દરમિયાન ગરમીનું પ્રમાણ વધશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં 43થી 44 ડિગ્રી મહત્તમ તાપમાન જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન ઊંચું જવાની શક્યતાઓ છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં તથા ઉત્તર ગુજરાતમાં 41 ડિગ્રી મહત્તમ ઉષ્ણતામાન રહેવાની શક્યતાઓ છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે, ‘પ્રિ મોન્સુન એક્ટિવિટીમાં આંધી વંટોળ થતા હોય છે. અરબ દેશોમાંથી ધૂળની ડમરીઓ આવશે. એપ્રિલ અને મે મહિનામાં પ્રિ મોન્સુન એક્ટિવિટી થશે અને ભારે હલચલ જોવા મળશે. ભારે પવનના કારણે બાગાયતી પાકને નુકસાન થવાની શક્યતા રહેશે.’

હવામાન નિષ્ણાતે જણાવ્યુ કે, ‘11મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતો બનશે અને અરબ સાગરમા હલચલ જોવા મળશે. મેના એન્ડમાં અને જુનના પહેલા સપ્તાહમાં અરબ સાગરમાં હલચલ જોવા મળશે. 17થી 24 મેના અંદમાન નિકોબાર ટાપુમા ચોમાસું સક્રિય થશે અને કેટલાક ભાગમાં વરસાદ થશે. ચાલુ વર્ષે લા નીનોની સ્થિતિ તરફ હવામાન જઈ રહ્યુ છે. હિંદ મહાસાગર ગરમ હોવો જોઈએ અને આ વખતે ગરમ રહેશે. પૂર્વ પેસેફિક મહાસાગરનુ જળવાયુ ઠંડા થતા લા નીનોની અસર જુનના બીજા સપ્તાહમાં જોવા મળશે. ત્યાં સુધી દરિયાનુ પાણી વધુ ગરમ રહેશે. વાયુનું જોર રહેવાથી ચોમાસું સારું આવવાની શક્યતા રહેશે.’

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post