ગુજરાતમાં ચોમાસાએ બરાબર જમાવટ કરી છે અને જળાશયો છલકાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર કચ્છ અને સાઉથ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. કચ્છ-સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં અત્યંત ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 82.26 ટકા વરસાદ પડ્યો છે. દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં આજે વરસાદ પડશે.
હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે રાજ્યભરમાં આજે ભારે વરસાદ પડી શકે છે. ચાર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ઘણી જગ્યાએ અતિભારે વરસાદ પડશે .આઠ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં ચોમાસાનું વાતાવરણ ફરીથી જામ્યું છે, જેમાં કેટલાક વિસ્તારોમાં બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. આજે પણ ચાર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને હવામાન ખાતાએ રેડ એલર્ટની ઘોષણા કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં સહિતના કેટલાક જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે.
હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે રાજ્યભરમાં આજે પણ ભારે વરસાદ પડી શકે છે. ચાર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, 22 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવો અંદાજ છે જ્યારે આઠ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આજે કચ્છ-સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં અત્યંત ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. તેવી જ રીતે જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદ પડશે અને આ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. કચ્છ, દ્વારકા, જામનગર, પોરબંદરમાં પણ ભારે વરસાદની શક્યતા છે. સાઉથ ગુજરાતની વાત કરવામાં આવે તો ભરૂચ અને સુરતમાં આજે અત્યંત ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આ જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લામાં નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
મધ્ય ગુજરાતના 7 જિલ્લામાં હાલમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આણંદ, ખેડા, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લામાં છુટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ગુજરાતના ઉત્તર ભાગમાં ચાર જિલ્લામાં યલો એલર્ટ અને એક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન ખાતાએ જણાવ્યું કે પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠામાં ભારે વરસાદ વરસી શકે છે. અરવલ્લીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
કેન્દ્રશાસિત પ્રદેશો દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં આજે છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને સ્થાનિક પ્રશાસન એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે.
રાજ્યમાં સતત વરસાદના કારણે એક પછી એક ડેમ છલકાઈ રહ્યા છે. ગુજરાતના 206 પૈકી 94 ડેમ હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે. જેમાંથી પૈકી 90 ટકા સુધી ભરાયેલા 66 જળાશયો હાઈએલર્ટ પર છે. 80થી 90 ટકા ભરાયેલા 17 જળાશયો એલર્ટ પર છે અને 70થી 80 ટકા ભરાયેલા 11 જળાશયો વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો 74.68 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 88.99, તો કચ્છમાં સિઝનનો અત્યાર સુધીમાં 88.97 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 82.26 ટકા વરસાદ પડ્યો છે. મધ્ય ગુજરાતમાં 59.22 ટકા અને ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 55.97 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590