ઉત્તર ભારતમાં પર્વતીય પ્રદેશોમાં હાલ ભારે હીમવર્ષા થઈ રહી છે. જેને કારણે ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં મોસમે મિજાજ બદલ્યો છે. પર્વતીય પ્રદેશોમાં હીમવર્ષાને કારણે નીચલા વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી રહી છે.
ઉત્તર ભારતમાં પર્વતીય પ્રદેશોમાં હાલ ભારે હિમવર્ષા થઈ રહી છે. જેને કારણે ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં મોસમે મિજાજ બદલ્યો છે. પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાને કારણે નીચલા વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી રહી છે. ઘાટીવાળા વિસ્તારોમાં સવારથી ગાઢ ધૂમ્મસ છવાયુ છે. જ્યારે સાંજ પડતા જ હિમવર્ષા શરૂ થઈ જાય છે. તેજ પવન સાથે હિમવર્ષા થતાં જનજીવન પર પણ અસર જોવા મળી રહી છે.
ઉત્તરકાશી ગંગોત્રી ઘાટમાં કાતિલ ઠંડીથી જનજીવન પર ભારે અસર પડી છે. કાતિલ ઠંડીને કારણે ગંગોત્રી નદી કાંઠે નદીનું પાણી પણ બરફ થઈ ગયું છે. એટલું જ નહીં, નાના ઝરણા અને નાળાના પાણી પણ બરફ થઈ ગયા છે. સમગ્ર ઘાટી વિસ્તારમાં રેકોર્ડબ્રેક ઠંડી પડી રહી છે. ગંગોત્રી ક્ષેત્રના ગંગા ભાગીરથી કે જ્યાં પાણીનું વહેણ ઓછું છે ત્યાં ગંગાના બંને કિનારે પાણી જામી ગયું છે. ઉત્તરકાશી ગંગોત્રી ઘાટમાં કાતિલ ઠંડીથી જનજીવન પર ભારે અસર પડી છે. કાતિલ ઠંડીને કારણે ગંગોત્રી નદી કાંઠે નદીનું પાણી પણ બરફ થઈ ગયું છે. એટલું જ નહીં, નાના ઝરણા અને નાળાના પાણી પણ બરફ થઈ ગયા છે. સમગ્ર ઘાટી વિસ્તારમાં રેકોર્ડબ્રેક ઠંડી પડી રહી છે. ગંગોત્રી ક્ષેત્રના ગંગા ભાગીરથી કે જ્યાં પાણીનું વહેણ ઓછું છે ત્યાં ગંગાના બંને કિનારે પાણી જામી ગયું છે.
ઉત્તરપ્રદેશના ઈટાવામાં પણ શીત લહેર છવાઈ છે. ઈટાવામાં ગાઢ ધૂમ્મસ છવાયું છે. ધૂમ્મસના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી થઇ રહી છે. બીજી તરફ સતત ગગડી રહેલા ઠંડીના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે.આ તરફ રાજસ્થાનમાં પણ હાડથીજવતી ઠંડીથી જનજીવન પ્રભાવિત થયું છે. સીકરપ્રદેશ સહિત આસપાસના વિસ્તારોમાં ગાઠ ધૂમ્મસ છવાયું છે. ફતેહપુરમાં વહેલી સવારે 3.5 ડિગ્રી નોંધાયું હતું. બીજી તરફ શ્રીગંગાનગરમાં પણ ગાઢ ધૂમ્મસ છવાયું છે. ધૂમ્મસના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકી થઇ રહી છે.આ તરફ રાજસ્થાનમાં પણ હાડથીજવતી ઠંડીથી જનજીવન પ્રભાવિત થયું છે. સીકરપ્રદેશ સહિત આસપાસના વિસ્તારોમાં ગાઠ ધૂમ્મસ છવાયું છે. ફતેહપુરમાં વહેલી સવારે 3.5 ડિગ્રી નોંધાયું હતું. બીજી તરફ શ્રીગંગાનગરમાં પણ ગાઢ ધૂમ્મસ છવાયું છે. ધૂમ્મસના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકી થઇ રહી છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. પવનના સૂસવાટા સાથે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. રાજ્યવાસીઓ ઠંડીમાં ઠુંઠવાયા છે. આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થઈ શકે છે. રાજ્યમાં 2થી 3 ડિગ્રી સુધી પારો ગગડી શકે છે. 6 શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીને પાર પહોંચ્યો છે. 10.6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. ડીસામાં 12.6, ભુજમાં 13.9 ડિગ્રી, કંડલામાં 13.8, રાજકોટમાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590