હિપેટાઇટિસ વિકની ચાલી રહેલી ઉજવણીના ભાગરૂપે સુબીર તાલુકાના પિપલદહાડ અને ગારખડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હિપેટાઇટિસ તથા એચ.આઈ.વી. (એઇડ્સ) વિશે જનજાગૃતિ તથા હેલ્થ કેમ્પ અને ICE સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-પિપલદહાડ ખાતે DTO (જિલ્લા ક્ષય અધિકારી) ડો.ભાર્ગવ દવે અને STLS સુનિલભાઈ જાધવ, STS દેવેન્દ્ર ભગરિયા દ્વારા હિપેટાઇટિસ, એઇડ્સ, અને ટીબી વિશે PHC સ્ટાફ/આશા બેનોને સમજણ આપવામાં આવી હતી. આયુષ મેડિકલ ઓફિસર ડૉ.સ્નેહા ગામીત દ્વારા નિયમિત સગર્ભા માતાની તપાસ નું મહત્વ આશા બહેનોને સમજાવાયું હતું. તે જ રીતે, ગારખડી ખાતે જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હિમાંશુ ગામીત ના માર્ગદર્શન હેઠળ મમતા સંદર્ભ (ANC તપાસ) કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સમાવિષ્ટ ગામોની સગર્ભા બહેનો ની તપાસ કરવામાં આવી હતી.
આ સાથે હિપેટાઇટિસ બી ટેસ્ટ, HIV ટેસ્ટ, સિકલસેલ ટેસ્ટ તેમજ હિમોગ્લોબિન ટેસ્ટ જેવા વિવિધ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. આ કેમ્પનું આયોજન તબીબી અધિકારી ડૉ.ભાવેશ્રી બહેન, આયુષ મેડિકલ ઓફિસર ડો. કૃતિકા, સી.એચ.ઓ. તથા ફિમેલ હેલ્થ વર્કર બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું. દરમિયાન સગર્ભા બહેનોને પોષણ આહાર બાબતે યોગ્ય માર્ગદર્શન આપવા સાથે, હિપેટાઇટિસ બી screening અને રસીકરણ માટે સમજ આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590