Latest News

IND vs PAK: કુલદિપ યાદવની સ્પિનમાં ફસાયું પાકિસ્તાન, ભારતે 228 રનથી ઐતિહાસિક જીત નોંધાવી

Proud Tapi 12 Sep, 2023 02:37 AM ગુજરાત

IND vs PAK : ભારત દ્વારા આપવામાં આવેલા 357 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતી વખતે પાકિસ્તાનની ટીમ સ્પિન બોલર કુલદિપ યાદવની સ્પિન માં ફસાઈ ગઈ અને 128 રનમાં આઉટ થઈ ગઈ. પાકિસ્તાનના માત્ર 8 ખેલાડીઓ જ બેટિંગ કરવા આવ્યા હતા. બોલર નસીમ શાહ અને હારીસ રઉફ ઈજાના કારણે બેટિંગ માટે બહાર આવ્યા ન હતા.


એશિયા કપના સુપર 4ની ત્રીજી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી.કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતે વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની પ્રથમ સદી અને ત્યારબાદ સ્પિન બોલર કુલદીપ યાદવ ની પાંચ વિકેટની મદદ થી પાકિસ્તાનને 228 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું.

ODI ઈતિહાસમાં રનના મામલે પાકિસ્તાન પર ભારતની આ સૌથી મોટી જીત છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ 2008ના એશિયા કપ દરમિયાન બાંગ્લાદેશના મીરપુરમાં 140 રને હરાવ્યું હતું.આ જોરદાર જીત સાથે ભારતનો આ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ લગભગ નિશ્ચિત છે.હવે આ માટે પાકિસ્તાને શ્રીલંકા સાથે લડવું પડશે.જો પાકિસ્તાન પણ શ્રીલંકા સામે હારી જશે તો તે સીધું જ બહાર થઈ જશે.

ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરતાં ભારતે વિરાટ કોહલી અને લોકેશ રાહુલની સદીની મદદથી બે વિકેટ ગુમાવીને 356 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 122 રનની અણનમ ઇનિંગ રમી હતી અને કેએલ રાહુલે 111 રનની અણનમ ઇનિંગ રમી હતી.આ બંને પહેલા રોહિત શર્મા 56 રન બનાવીને આઉટ થયો હતો અને શુભમન ગિલ 58 રન બનાવીને આઉટ થયો હતો.પાકિસ્તાન તરફથી શાદાબ ખાન અને શાહીન આફ્રિદીએ એક-એક વિકેટ લીધી હતી.

જવાબમાં પાકિસ્તાનની ટીમ આઠ વિકેટે 128 રન જ બનાવી શકી હતી અને 228 રનથી મેચ હારી ગઈ હતી. ઈજાગ્રસ્ત હારીસ રઉફ અને નસીમ શાહ બેટિંગ કરવા આવ્યા ન હતા. આવી સ્થિતિમાં પાકિસ્તાનની ટીમ 32 ઓવરમાં આઠ વિકેટે 128 રન જ બનાવી શકી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post