Latest News

સોનગઢના આમલીપાડા ગામે પ્રેમ પ્રકરણમાં યુવક પર દાતરડા વડે હુમલો,ત્રણ સામે પોલીસ ફરિયાદ

Proud Tapi 21 Nov, 2023 05:16 PM ગુજરાત

સોનગઢના આમલીપાડા ગામ ખાતે એક યુવકને બેન્ડ પાર્ટીમાં ઓપરેટર તરીકે રાખ્યો હતો. જે બાદ તે યુવકનો બેન્ડ પાર્ટી માલિકના ઘરની બાજુમાં રહેતી  યુવતી સાથે પ્રેમ સંબંધ થયો હતો.જેની જાણ યુવતીના પરિવારને થતાં,યુવતીના પરિવારના ત્રણ સભ્યોએ બેન્ડ પાર્ટીના માલિક પર દાતરડા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ત્યારે  સમગ્ર મામલો  સોનગઢ પોલીસ મથકે પહોંચ્યો હતો.

સોનગઢ તાલુકાના આમલીપાડા ગામે  રહેતા પ્રવીણ રમશુ ગામીત એ એકાદ વર્ષ પહેલા  ડી.જે.આરોહી નામની પોતાની બેન્ડ પાર્ટી માં ઓપરેટર તરીકે નાના બંધારપાડા ગામના અમિતને કામ પર રાખ્યો હતો.  તેથી અવાર-નવાર લગ્ન પ્રસંગ કે કોઈ બીજા પ્રસંગમાં બેન્ડ લઇ જવા માટે  પ્રવિણ ગામીત ઓપરેટર તરીકે  અમિતભાઈ ને બોલાવતો હતો.અને અમિત આમલપાડા ગામ ખાતે પ્રવિણ ના  ઘરે પણ આવતો અને અમુક વાર  ઘરે રોકાઈ જતો હતો.તે વખતે અમિતનો પ્રવિણ ગામીતના  ઘરની બાજુમાં રહેતા સોમચંદ લાલસિગ ગામીતની છોકરી અંકિતા સાથે પ્રેમ સંબંધ થયો હતો. જેની જાણ સોમચંદ ને થઈ જતાં સોમચંદ તથા અમિત નો ઝઘડો થયો હતો. જે ઝઘડામાં સોમચંદ એ પ્રવિણ ગામીત ને કહ્યું હતું કે,"આ બંને વચ્ચે તું જ આવું કરાવે ” તને અને અમિતને એક દિવસ મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

જે બાદ ગત તારીખ ૧૯/૧૧/૨૦૨૩ ના રોજ  સોમચંદ લાલસિંગ ગામીત એ  ઝધડાની અદાવત રાખી પ્રવિણ ગામીત ના  ઘરે  આવ્યા હતા.અને હું કરતાં છો ? તેમ કહી અચાનક આંખમાં મરચાની ભુકી નાખી દીધી હતી.અને  તેના હાથમાંના દાતરડા વડે  પીઠના ભાગે ડાબી સાઇડે દાતરડા નો ઘા મારી દીધા હતા.જેથી પ્રવીણે  હાથમાંથી દાતરડું લઇ લેતા બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. તેમજ અંકિત સોમચંદ ગામીત અને કપિલા સોમચંદ ગામીત એ પણ પ્રવિનને અપશબ્દો બોલી ઝગડો કરી,જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.પ્રવિણ ગામીત એ ત્રણેય વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.જે  અંગે સોનગઢ પોલીસે ગુન્હો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post