ડોલવણ તાલુકાના દાદરી ફળિયા ખાતે રહેતા વિજયભાઈ શાંતુભાઇ ગામીત જે પોતાના કબજા નું ટ્રેક્ટર નં.GJ-05- OC - 8645 ટેલર સાથે જોડી પથ્થર ભરવા જઈ રહ્યા હતા.પથ્થર ભરવા માટે તેઓ પોતાના જ ફળિયામાં રહેતા 35 વર્ષીય ઉમેશભાઈ ગણપતભાઇ ગામીત નાઓને પણ લઈ ગયા હતા.તેઓ બંને પથ્થર ભરી પાછા ફરી રહ્યા હતા ત્યારે ઉમેશભાઈ ટેલરમાં પાછળ બેઠા હતા.ઉમેશભાઈ નું ઘર આવતા તેઓ ટ્રેક્ટર નીચે ઉતરી રહ્યા હતા પરંતુ તેઓ ઉતર્યા નથી તેની જાણ વગર વિજયભાઈએ ટ્રેકટર હંકારી લીધું હતું તેથી ઉમેશભાઈ નાઓ નીચે પડી ગયા હતા અને ટ્રેકટર તેમના શરીર પર ચાલી જતાં તેમના શરીરે ગંભીર ઇજા થઇ હતી.વ્યારા જનરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓ મોતને ભેટ્યા હતા.જેની ફરિયાદ ડોલવણ પોલીસ મથકે કરવામાં આવી છે.તેમજ આગળની કાર્યવાહી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590