Latest News

ડોલવણ તાલુકામાં ભૂસ્તર વિભાગ અને મામલતદાર કચેરીના અધિકારીઓ દ્વારા નામ પૂરતી કામગીરી કરીને સંતોષ માનવામાં આવી રહ્યો છે..?

Proud Tapi 07 May, 2023 01:48 PM ગુજરાત

ડોલવણ તાલુકા માંથી પૂર્ણા નદી પસાર થાય છે તેથી ત્યાંના રાજકારણી ઓ પોતાના માનીતા લોકોના નામ પર રેતીની લીઝો ચલાવે છે.જેનાથી સ્થાનિકો અને સ્થાનિક તંત્ર સૌ કોઈ જાણીતું છે.

તાપીમાં  રાજકારણીઓના માનીતા લોકો દ્વારા ઓછી રોયલ્ટી ભરીને મોટા પ્રમાણમાં રેતીની હેરાફેરી કરીને વેચાણ કરવામાં આવે છે અને ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે.પણ જિલ્લા કે તાલુકા લેવલ ના કોઈપણ અધિકારીઓ દ્વારા રાજકારણીઓની લીઝો ઉપર કે તેમના દ્વારા સ્ટોક કરવામાં આવેલ સ્થળો પર જઈને કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે  સમાચાર પત્રોમાં અનેક વખત અંતાપુર, ગારવાણ, ધામણદેવી જેવા વિસ્તારો ની અંદર ધમધમતા ગેરકાયદેસર રેતી ના કારોબારને અટકાવવા માટે લેખો લખવામાં આવ્યા છે. પણ આંખે પાટો બાંધીને બેસેલ સ્થાનિક તંત્ર દ્વારા કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવતી નથી.ત્યારે તમામ પ્રકરણો જોઈને પ્રતિત થાય છે કે તંત્ર પણ કાયદાના નહીં પણ નેતાઓના દબાણમાં રહીને તેઓના ચાલતા ગોરખધંધાઓ ઉપર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવા માટે લાચાર સાબિત થાય છે.


ડોલવણ તાલુકામાં આવેલ ભોજપુર ગામે ગત રોજ 700 થી 900 ટન જેટલો રેતી નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો.ત્યારે તેના થોડા જ અંતરે આવેલ ગારવણ,અંતાપુર, ધામણદેવી   જેવા ગામોમાં મોટા પાયે ચાલતું રેતી ખનન ની તપાસ માટે જવામાં અધિકારીઓના પગ કેમ ધ્રૂજી ઉઠે છે ?


અધિકારીઓ દ્વારા મોટા નેતાઓ અને તેમના નામી બેનામીઓની લીઝો પર જો યોગ્ય અને કાયદેસરના પગલાં લઈને તપાસ કરવામાં આવે તો ઘણું મોટું કૌભાંડ સામે આવે તેની શક્યતા છે.તેમજ ઘણા બધા અધિકારીઓ અને નેતાઓની પોલ ખૂલે તેમ છે.


ડોલવન અને વાલોડ વિસ્તારમાં લોકમાંગ ઉઠવા પામી છે કે,આ સમગ્ર પ્રકરણની અંદર ગાંધીનગર ભૂસ્તર વિભાગ તેમજ સ્ટેટ વિજિલન્સ વિભાગ પારદર્શક તપાસ કરે તો તાપી જિલ્લાની અંદર રહેલા ઘણા એવા નેતા અને સરકારી બાબુઓના પગ તળિયે જમીન ખસે એમાં કોઈ બે મત નથી.

પ્રતિકાબેન આર.ચૌધરી(સરપંચ ગ્રુપ ગ્રામ પંચાયત બેડચીત) : ગામમાં ટાવરની જગ્યા જોવા માટે સર્કલ ઓફિસર આવ્યા હતા ત્યારે આ રેતીનો સ્ટોક જોવા મળેલો તેમજ  રેતીનો સ્ટોક ગૌચરની જગ્યામાં હોવાનું બહાર આવ્યું હતું.હાલ અમને કબજો આપ્યો છે,અમે આ રેતી ના સ્ટોકની દેખરેખ પોલીસ પ્રોટેક્શન પણ માંગ્યું છે  તેવું તેમણે ટેલિફોનિક સંપર્ક કરતાં જણાવ્યું હતું. 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post