કાપડબંધ ગામમાં લગ્ન માં આવેલ ઈસમ પર પિતાના મોતની અદાવત રાખી મંડપમાં જ પુત્ર દ્વારા ઈસમ પર તીક્ષ્ણ ધારદાર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો.
પાંચેક મહિના અગાઉ રાયસિંગભાઈ બાબલિયાભાઈ ગામીત (રહે.મોટા તારપડા,તા.સોનગઢ જી.તાપી) નાઓ બિયારણ ની શેરડી ભરવા માટે ગામની નજીક કાપડબંધ ગામના રમણભાઈ મગનભાઈ ગામીત (રહે.કપડબંધ,તા.સોનગઢ જી.તાપી ) ના ને લઈ ગયા હતા.શેરડી ભરવા કાપડબંધના મિત્ર નો બોલેરો પિક-અપ લઈ ગયા હતા જે બાદ પિક અપ માં શેરડી ભરીને પરત ઘરે આવતા હતા, ત્યારે રયસિંગભાઈના ફળીયામાં બોલેરો પિક-અ૫ પલ્ટી જતાં રમણભાઈ મગનભાઈ ગામીત શેરડી ભરેલી પિકઅપ નીચે દબાઈ જવાથી મૃત્યુ પામ્યા હતા. જે બાબતે સોનગઢ પોલીસ સ્ટેશન ગુનો પણ દાખલ થયો હતો. ત્યારબાદ રમણભાઈના પરિવારના સભ્યોએ રાયસિંગભાઈ સાથે સમાધાનની વાત કરેલી ત્યારે અને રૂપિયા એક લાખ આપવાનું નક્કી કર્યું હતું અને દર મહીને ૧૦ હજાર રૂપીયા આપવાને હોય.પરંતુ તેમના ઘરના સભ્યોને તે વાત મંજુર ન હતી.અને અકસ્માત અને યોગ્ય સમાધાન ન થતા અને પિતાની મોત થતાં પુત્રએ તે અંગે અદાવત રાખી હોય.રમણભાઈ ના પુત્ર પ્રિતમભાઈ રમણભાઈ ગામીતના સાથે રાયસિંગભાઈ અગાઉ પણ બોલાચાલી થઈ હતી.
ગત તારીખ ૧૬/૦૫/૨૦૨૩ ના રોજ કપડબંધ ગામે દાદરી ફળિયા ખાતે રાયસિંગભાઈના કુટુંબીના લગ્ન હોય ત્યાં તેઓ મંડપમાં હાજર હતા ત્યારે રાત્રીના આશરે સાડા અગિયારેક વાગ્યાના સમયે રાયસીંગભાઈ ને પાછળથી પ્રીતમભાઈ એ ધારદાર ચપ્પુ વડે કમર ની ઉપર ડાબી સાઈડે ઘા કરી દીધેલ જે બાદ તેઓ નીચે ઢળી પડ્યા હતા. અને પ્રીતમ ભાઈએ ફરીથી બાજુમાંથી લાકડી લઈને ડાબા પગમાં મારેલ હોય તેથી રાયસિગ ભાઈને ઈજા થઈ હતી.જે બાદ રાયસીંગ ભાઈ ગામીત નાઓ એ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ એ કાર્યવાહીનો દોર શરૂ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590