સોનગઢ પોલીસ સ્ટેશનના જેલમાંથી એક આરોપી ભાગી જતા તાપી જિલ્લાની પોલીસ દોડતી થઈ છે.સોનગઢ પોલીસ સ્ટેશનના સબ જેલમાં ગત રોજ રાત્રીના સમયે હેડ કોન્સ્ટેબલ સુકનજી ગામીત તથા જી.આર.ડી.મિકિલ ગામીત અને જીગ્નેશ ગામીત પહેરો આપી રહ્યા હતા તે દરમિયાન ત્રણ ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપી તોહીદ લીયાકત અયુબ મનસુરી પોલીસને ચકમો આપી નાસી છૂટ્યો હતો.જે બાદ ત્રણેય પોલીસ કર્મીઓ સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
સોનગઢ તાલુકાની જૂની મામલતદાર ઓફિસ નીચે આવેલ સબ જેલમાં હેડ કોન્સ્ટેબલ સુકનજીભાઈ ઠાકોરભાઈ ગામીત (ઉ.વ.૪૫ રહે.બી ૧ રૂમ નં.૭, સોનગઢ પોલીસ લાઈન,તા.સોનગઢ જી.તાપી)અને જી.આર.ડી.જીગ્નેશભાઈ રાજેશભાઈ ગામીત (ઉ. વ.૨૧,રહે.પીપળી ફળિયુ,ગામ. ભરાડદા તા.સોનગઢ જી.તાપી) અને જી.આર.ડી.મિકિલભાઇ રણછોડભાઈ ગામીત (ઉ.વ.૨૬,રહે.નિશાળ ફળીયું,ગામ.કાનાદેવી તા.સોનગઢ જી.તાપી) રાત્રિના સમયે ફરજ પર હોય તેઓ પહેરો આપી રહ્યા હતા.તેમ છતાં કુલ ત્રણ ઘરફોડ ચોરીના ગુન્હાનો આરોપી તોહિદ લિયાકત અયુબ મન્સૂરી (ઉ. વ.૨૪,રહે.દેવજીપુરા આવાસ ઘર નં.ડી -૩,સોનગઢ તા.સોનગઢ જી.તાપી)જેલના મુખ્ય દરવાજા તથા બહારની ગ્રીલના દરવાજાના લોકને બાથરૂમ ના સ્ટીલના અડાગરા વડે તોડી બહારની ગ્રીલના દરવાજાનો લોક તથા અડાગરો લઈ નાસી છૂટ્યો હતો.જે બાદ તપાસ કરતા સામે આવ્યું હતું કે,હેડ કોન્સ્ટેબલ રાત્રિના સમયે ફરજ પર હોય ઝોકું આવી જતા થોડીવાર માટે સુઈ ગયા હતા.અને પોલીસ કર્મચારીની બેદરકારીને કારણે આરોપી નાસી છૂટ્યો હતો.
ત્યારબાદ ત્રણેય કર્મચારીએ પોતાની ફરજ યોગ્ય રીતે ન બજાવતા,ત્રણે કર્મચારીઓ સામે સોનગઢ પોલીસ મથકે જ ગુન્હા દાખલ કરવામાં આવ્યો છે.તાપી પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.અને જિલ્લાની બોડર પર ચેકિંગ હાથ ધરાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590