તાપી જિલ્લાના ઉકાઈ અને ઉચ્છલ તાલુકામાં ટેલીગ્રામ એપ પર ગ્રુપમાં એડ કરી,લોભામણી સ્કીમ ની લાલચ આપી 2 પાસેથી લાખો રૂપિયા પડાવી ને છેતરપિંડી કરવામાં આવતા,ઉકાઈ અને ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
સોનગઢ તાલુકાના ગુણસદા ગામમાં આવેલ જે.કે.પેપર મિલ માં નોકરી કરતા ભાવેશ રાજેન્દ્ર રાણા (રહે.દાદરી ફળીયું,તા.વ્યારા જી.તાપી )ને તા.30/03/2023 થી તા.08/04/2023 નિધિ શર્મા નામની અજાણી વ્યક્તિએ સોશિયલ મીડિયા માર્કેટિંગ કંપનીમાં પાર્ટ ટાઇમ જોબ કરવા માટે ટેલિગ્રામ મર્ચન્ટ વર્ક ગ્રુપમાં એડ કર્યા હતા.અને મર્ચન્ટ ફંડમાં રોકાણ કરી વીસ ટકા કમિશન મેળવવાની લોભામણી સ્કીમ આપવામાં આવી હતી.ત્યારે શરૂઆત રોકાણ કરવામાં આવતા રિફંડ પેટે રકમ આપીને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા. ત્યારબાદ અલગ અલગ ટાસ્ક આપી તે પેટે પેમેન્ટ કરવા માટે જણાવવામાં આવતું હતું,જેથી ભાવેશ રાણા એ ટુકડે ટુકડે કુલ રૂપિયા 7,14,178/- નું રોકાણ કરી લીધું હતું. પરંતુ આ લાખો રૂપિયા આપવા છતાં પણ બોનસ કે રૂપિયા પરત કરવામાં ન આવતા ભાવેશ રાણા દ્વારા ઉકાઈ પોલીસ મથકે ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
તેમજ બીજા બનાવમાં ઉકાઈ ખાતે સીપીએમ માં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા નીરવ દિલીપ ગામીત (રહે. કંટોલ ફળિયું, મીરકોટ તા. ઉચ્છલ જી.તાપી) ને તા.08/06/2023 થી તા.19/06/2023 દરમિયાન ટેલિગ્રામ ઉપર કોઇ અજાણી ટેલીગ્રામ આઇડી પરથી મેસેજ કરી ટેલીગ્રામ ગ્રુપ Eat & Earn 2261 માં જોડાવા લિંક આપી હતી.જે બાદ નીરવ ગામીત તે ગ્રુપમાં એડ થયા હતા.ત્યારબાદ તેમાં નવું પેજ ખુલે તેમાં ટ્રેગ કરવાનો સિમ્બોલ હતો.જે ટ્રેગ કરવા જણાવેલ આવી પ્રક્રિયા પચ્ચીસ વાર કરવા માટે જણાવવામાં આવેલ અને ટાસ્ક આપી તે ટાસ્ક પુરા કરવાથી બોનસ મળશે તેવી લોભામણી સ્કીમ આપવામાં આવી હતી.અને શરૂઆત ટુકડે ટુકડે રોકાણ કરવામાં આવતા, બોનસ અને રિફંડ પેટે નાણાં આપવામાં આવતા હતા. નીરવ ગામીત ને આમ વિશ્વાસમાં લઈને ટુકડે ટુકડે કુલ 6,69,576/- રૂપિયા નું રોકાણ કરવામાં આવ્યું હતું.પરંતુ આજદિન સુધી તેનું રિફંડ કે બોનસ પેટે નાણા ન આપીને છેતરપિંડી કરવામાં આવતા,નીરવ ગામીત એ ઉચ્છલ પોલીસ મથકે આ અંગેની ફરિયાદ નોંધાવી હતી.બંને બનાવમાં પોલીસે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590