Latest News

તાપી જિલ્લાના વાલોડ નગરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ વધ્યો

Proud Tapi 07 May, 2023 01:18 PM તાપી

વાલોડ નગરમાં તળાવ ફળિયા ખાતે રખડતા કૂતરાઓ એ પશુપાલકોના છેલ્લા એક અઠવાડિયામાં 3 જેટલા બકરાઓ તથા 10 જેટલા મરઘાઓનો  શિકાર કર્યો.

વાલોડમાં અચાનક કૂતરાઓની વસ્તીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ કુતરાઓ અન્ય ગામમાંથી લાવી વાલોડ ખાતે કોઈ દ્વારા છોડી મૂકવામાં આવે છે.કુતરાઓ દ્વારા આજરોજ એક બકરી  પર હુમલો કરવામાં આવ્યો હતો અને જેને કારણે બકરીનું મરણ થયું હતું. તળાવ ફળિયામાં નાના બાળકો પર પણ કૂતરાઓ ધસી આવતા હોવાની માહિતી મળી છે. હાલમાં સુરત જેવા શહેરમાં કુતરાઓના બચકા ભરવાને કારણે કુતરાઓ પકડવાનું અભિયાન ચાલી રહ્યું છે. તેવામાં વાલોડ ખાતે માનવ ઉપર હુમલો કરે તે પહેલા કુતરાઓ પકડવાનું અભિયાન શરૂ કરવું જોઈએ જેથી મોટી માનવીય દુર્ઘટના સર્જાઈ નહીં. આ રખડતા કૂતરાઓને પાંજરે પુરવા જરૂરી બન્યું

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post