ડોલવણ પોલીસે વાંકલા ગામમાંથી આઇસર ટેમ્પો માં ભરી લઈ જવાતા દારૂના જથ્થાને ઝડપી પાડ્યો હતો. જોકે આઇસર ટેમ્પો સવાર બંને ઈસમો નાસી છુટ્યા હતા.પોલીસે દારૂના જથ્થા સાથે કુલ કિંમત રૂપિયા ૧૦,૮૬,૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી,નાસી છૂટેલા બંને ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
ડોલવણ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન વાંકલા ગામમાંથી પસાર થતી ઓલણ નદી નો પુલ થી બેડચીત તરફ જતા આગળ એક આઇસર ટેમ્પો રોડ ઉપર ઊભો હતો.આઇસર ટેમ્પો પાસે જતા ટેમ્પો પાસે ઉભેલા બે ઇસમો પોલીસને જોઇ નાસી છૂટયા હતા.જે બાદ પોલીસ સ્ટાફના માણસોને શંકા જતા આઇસર ટેમ્પો ની તપાસ કરી હતી ત્યારે આઇસર ટેમ્પો રજી નં- GJ-15-YY-6798 પર ખોટી નંબર પ્લેટ લગાવી આઇસર ટેમ્પો નો ખરા તરીકે ઉપયોગ કર્યો હોવાનું જણાઇ આવ્યું હતું.તેમજ આઇસર ટેમ્પોમાં વગર પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો કુલ બોક્ષ-૧૬૩ મળી આવ્યા હતા.જે બાદ પોલીસે દારૂની કુલ બોટલ નંગ- ૬૪૪૪ જેની કિંમત રૂપિયા ૪,૮૬,૦૦૦/- તથા મોબાઈલ નંગ -૧ જેની કિંમત રૂપિયા ૫૦૦/- તથા આઇસર ટેમ્પો જેની કિંમત રૂપિયા ૬ લાખ એમ મળી કુલ કિંમત રૂપિયા ૧૦,૮૬,૫૦૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.તેમજ નાસી છૂટેલ બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.ડોલવણ પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590