Latest News

વિશ્વ યોગ દિવસને અનુલક્ષીને નર્મદા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા રાજપીપલામાં બાઈક રેલી યોજાઈ

Proud Tapi 18 Jun, 2023 06:23 PM ગુજરાત

જિલ્લા કલેક્ટર કચેરી થી ખાતેથી પ્રસ્થાન થયેલી બાઈક રેલી રાજપીપળા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઇ હતી. 

વહાબ શેખ, નર્મદા  : નર્મદા જિલ્લામાં આગામી તા.૨૧મી જૂન ૨૦૨૩ના રોજ તાલુકા, જિલ્લા, નગર પાલિકા સહિત વિવિધ સ્તર પર ૯ મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. જેને અનુલક્ષીને પોલીસ વિભાગ, યોગ બોર્ડ, જિલ્લા પંચાયતના વિવિધ વિભાગો, માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાઓ, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ, કોલેજો દ્વારા જિલ્લાના નાગરિકો-વિદ્યાર્થીઓને યોગની તાલીમ આપવા સાથે ગામડાઓમાં રેલી, આરોગ્ય વિભાગ દ્વારા સી.એચ.સી/પી.એચ.સી સેન્ટરો પર ઓ.પી.ડી ના સમયે યોગનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે.

વિશ્વ યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં જિલ્લાના નાગરિકો ઉમળકાભેર ભાગ લઈને સ્થાનિક લોકો બહોળી સંખ્યામાં ભાગીદારી નોંધાવે તે માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમો ઠેર ઠેર થઈ રહ્યા છે. આજે રવિવારે નર્મદા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સવારે જિલ્લા કલેકટર કચેરી ખાતેથી બાઈક રેલીનું પ્રસ્થાન કરી યોગનો પ્રચાર પસાર કરવા અર્થે રાજપીપળા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઇ હતી. બાઈક રેલીમાં પોલીસના જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

 

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post