તાપી જિલ્લાના વ્યારા જૈન સંઘના આંગણે આરાધના ભવન ખાતે પૂજ્ય પંન્યાસ પ્રવર પદ્મ દર્શન વિજય મહારાજ પધાર્યા હતા. પૂજ્યશ્રી બે દિવસ અહીં રહ્યા હતા અને તેમના દ્વારા જ્ઞાન પ્રવચન આપવામાં આવ્યું હતું.
ગત બુધવારે સવારે અમૃતવાણી નું પાન કરાવતાં પૂ. પંન્યાસપ્રવર પદ્મ દર્શન વિજયજી મહારાજે જણાવ્યું હતું કે, સંપત્તિ કરતાં પણ શાંતિ મહત્ત્વની છે. જ્યાં સંપ હોય ત્યાં સંપતિનું અવતરણ થતું હોય છે. સંક્લેશ અને સંઘર્ષોની સમશેરો ખેંચાતી હોય ત્યાં સંપત્તિ હોય તો પણ વિનાશા થાય છે. જીવનરૂપી ખાટલા ના ચાર પાયા છે. એક પણ પાયો તકલાદી હોય તો જીવન, ઉદ્યાનને બદલે ઉકરડી બની જાય છે. કુટુંબ માં સંપ, શરીરમાં આરોગ્ય, જીવનમાં શાંતિ અને ચિત્તમાં પ્રસન્નતા આ ચારેય પાયા મજબૂત હોવા જોઈએ. અત્યારે આ ચારેય પાયામાં ઉદ્યહી લાગી છે. ગમે ત્યારે જીવનનો સૂર્યાસ્ત થઈ શકે છે. ગુણી કુટુંબ હોય તો સુખી કુટુંબ હોય. નાનું કુટુંબ એ સુખી કુટુંબ’ આ તો સરકારની વાત છે. જ્યાં ગુણોના ક્ષેત્ર સ્પર્ધા ચાલતી હોય,એક બીજા એક બીજાને ખમી ખાવા તૈયાર હોય તે આદર્શ કુટુંબ કહેવાય, આજે તો સંયુક્ત કુટુંબનો માળો વેર વિખેર થઈ રહ્યો છે. ભાગલા કરો અને રાજ કરો ’બ્રિટીસરોની નીતિ એ ભાઈ ભાઈ વચ્ચે સંતાનો અને માં-બાપ વચ્ચે ગજગ્રાહ ચાલતો જોવા મળી રહ્યો છે. બધાને માથે કોઈ જોઈતું નથી. બધા માથાભારે બનતા જાય છે. વિવેક ,વિનય,મર્યાદા અને શરમ ના જળ સૂકાઈ ગયા છે. તેમજ તેમણે જણાવ્યું હતું કે,પરમાત્માના પ્રેમ કરતા પારિવારિક પ્રેમ વધુ મહત્વનો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590