મહિલા એશિયા કપ ક્રિકેટમાં આજે સાંજે શ્રીલંકાના દામ્બુલા ખાતે ગ્રુપ Aના મુકાબલામાં ભારતીય ટીમ નેપાળ સામે ટકરાશે. મેચ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે. ટીમ ઈન્ડિયા હાલમાં ગ્રુપ Aના પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતની મહિલા ટીમે પાકિસ્તાન અને સંયુક્ત આરબ અમીરાત સામેની તેમની અગાઉની મેચો જીતી છે. બીજી તરફ, નેપાળે ટુર્નામેન્ટની શરૂઆતની મેચમાં UAEને હરાવ્યું હતું. તેઓ આગામી મેચમાં પાકિસ્તાન સામે હારી ગયા હતા.આજે અન્ય મેચમાં પાકિસ્તાન UAE સાથે બપોરે 02:00 વાગ્યે ટકરાશે.ગઈકાલે ગ્રુપ બીની મેચમાં , યજમાન શ્રીલંકાએ મલેશિયાને 144 રનથી હરાવ્યું હતું. બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાએ નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 184 રન બનાવ્યા હતા.જવાબમાં, મલેશિયામાત્ર 40 રન બનાવી શક્યું હતું ગ્રુપ બીની અન્ય એક મેચમાં બાંગ્લાદેશે થાઈલેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. બાંગ્લાદેશે 97 રનનો ટાર્ગેટ 17.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને સરળતાથી મેળવી લીધો હતો.પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરતા, થાઈલેન્ડની મહિલા ટીમે 20 ઓવરમાં નવ વિકેટે 96 રન બનાવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590