ડોલવણ તાલુકાના ઘાણી ગામમાં ધો.૧૦ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો મૃતદેહ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરેલ હાલતમાં મળી આવ્યો હતો.પરંતુ પરિવારજનો એ શાળાના ટ્રસ્ટી ઓ સામે આક્ષેપ કર્યા હતા અને ડોલવણ પોલીસ મથકના પી.એસ.આઇ .ને લેખિતમાં રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.
ડોલવણ તાલુકાના ઉત્તર બુનિયાદી વિદ્યાલય ખાતે અભ્યાસ કરતા ૧૬ વર્ષીય સંદીપ કાવજી ઠગળા (મૂળ રહે. ચેપા તા.કપરાડા જી.વલસાડ )નો મૃતદેહ સવારના સમયે ગળે ફાંસો ખાઈ લીધેલ હોય તે હાલતમાં મળી આવ્યો હતો.પરંતુ પરિવારજનોના આક્ષેપ છે કે પરિવારના પહોંચવા પહેલા જ મૃતદેહ તેમની જાણ બહાર ઉતારી દેવામાં આવ્યો હતો ,જેથી તેમને શંકા છે કે પુત્ર સાથે કઈ અઘટિત ઘટના બની છે.તેમજ ઘટના સ્થળે જે કમરમાં બાંધવાના પટ્ટા દ્વારા આત્મહત્યા કરવામાં આવી હતી તે કોઈ બીજા છોકરાનો હતો અને દીકરાનો પોતાનો પટ્ટો કમરમાં જ હતો.આથી પરિવારજનો ને લાગી રહ્યું છે કે આત્મહત્યા નહીં પરંતુ કોઈક દ્વારા હત્યા કરવામાં આવી છે ,ક્યાંક તો કોઈક અઘટિત ઘટના બની છે.
ત્યારે સમગ્ર મામલાને લઈને શાળા સંચાલકો અને તમામ ટ્રસ્ટીઓ પર ગુન્હો દાખલ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગ સાથે ડોલવણ પોલીસ મથકના પીએસઆઇને પરિવારજનો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590