એક તરફ ગુજરાત રાજ્યભરમાં ટ્રાફિકની સ્પેશિયલ ડ્રાઈવ ચલાવીને અકસ્માતો તેમજ રસ્તા ઉપર બનતી દુર્ઘટના અટકાવવા માટે ગૃહ મંત્રાલય દ્વારા અને પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે તાપી જિલ્લાના સોનગઢ ખાતે બેફામ બનેલા ટ્રાન્સપોર્ટ માલિકો દ્વારા પોતાને મન ફાવે તેમ નેશનલ હાઈવે ના બાજુમાં રોડ ટચ ખુલ્લી જગ્યાઓમાં ગમે તે જગ્યા ઉપર ઢગલાબંધ વાહનો પાર્ક કરીને ઉપરથી કોઈક બોલવા જાય તો તેમની સાથે દાદાગીરીઓ કરવામાં આવી રહી છે. ત્યારે એક હોટલ સંચાલક દ્વારા આ સમગ્ર મામલે પોલીસને જાણ કરતા ટ્રાન્સપોર્ટ માલિક દ્વારા જણાવવામાં આવેલ કે અમે પોલીસ શાખાની ઈનોવા ગાડી વાળાને હપ્તો આપીએ છીએ ,જેથી અમારો કોઈ કશું ના કરી શકે ,તેમજ હોટલ માલિક દ્વારા ટૂંક સમયમાં પોલીસ ફરિયાદ ટ્રાન્સપોર્ટ માલિકના વિરોધમાં કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવવાની છે તે રીતે નું નિવેદન હોટલમાં માલિક દ્વારા આપવામાં આવ્યું છે, તેમજ હોટલ માલિકોને આ વાહન ચાલકોના માલિકો દ્વારા હેરાન કરવામાં આવે છે તે રીતેની ચર્ચા પણ તેઓએ પ્રાઉડ તાપી અખબારની ટીમ સાથે કરી હતી.
સોનગઢ એન્ટ્રી પોઇન્ટ ટેકરા પાસે આવેલ ટ્રાન્સપોર્ટ કંપનીના ટ્રક માલ ખાલી કરવા તથા ભરવા માટે આવે છે ,ત્યારે ટ્રક ચાલકો કંપનીના માલિક ના કારણે પોતાના ટ્રક બેફામ રીતે હંકારી લાવે છે અને લોકોની જિંદગી સાથે રમત રમે છે તેવું નજરે દેખાઈ રહ્યું છે. બેફામ બનેલા ટ્રકને કારણે અનેક અકસ્માતો સર્જાતા જોવા મળી રહ્યા છે અને કેટલાય લોકોએ તો પોતાનો જીવ ગુમાવવાનો વારો પણ આવ્યો છે.
ટ્રાન્સપોર્ટ કંપની માલિક પાસે આ અંગે રજૂઆત કરવા માટે કોઈ જાય છે તો ઇનોવા ગાડી ધરાવનાર પોલીસ કર્મીઓના જોરે દાદાગીરી કરવામાં આવે છે.તેમજ કંપની માલિક ને પોલીસ બોલાવીને ફરિયાદ કરવામાં આવે તો પણ કંપની માલિક પોલીસ સામે પણ દાદાગીરી કરે છે.ત્યારે પ્રશ્ન એ થાય છે કે આ ઇનોવા ગાડી ધરાવનાર પોલીસ કર્મીઓ કોણ છે ? અને કેટલા પ્રમાણમાં હપ્તાની વસૂલી કરવામાં આવી રહી છે ? પોલીસની હપ્તા વસૂલીને કારણે આવનાર સમયમાં આ ટ્રકને કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય અને કોઈ મોટી જાનહાની થાય તો તે માટે કોણ જવાબદાર રહેશે ?
આ પ્રકારના ભ્રષ્ટ કર્મચારીઓ ને કારણે કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડશે ? ઉચ્ચ અધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કરીને ઇનોવા ગાડી ધરાવનાર પોલીસ કર્મચારીઓને ઠેકાણે પાડવામાં આવે તે જરૂરી બન્યું છે.કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના કારણે જિલ્લાની પોલીસ નું નામ ખરાબ થતું હોય છે ,ત્યારે આવા ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓ સામે તાપી જિલ્લા પોલીસ વડા કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.
પોલીસ તેમજ હાઇવે ઓથોરિટી દ્વારા ટ્રાફિકની સમસ્યા તેમજ પાર્ક કરવામાં આવેલ હાઇવે ઉપરના વાહનોને અન્ય સ્થળે પાસ થાય અથવા તો આવા ટ્રાન્સપોર્ટ માલિકો સામે યોગ્ય કાર્યવાહી થાય તે જરૂરી બન્યું છે
કયા ટ્રાન્સપોર્ટ માલિકો દ્વારા ખુલ્લી દાદાગીરી અને કયા ગાડી વાળા પોલીસ દ્વારા હપ્તા ઉઘરાવવામાં આવે છે ?તેમજ આ સમગ્ર બાબતે એક કડક વ્યક્તિત્વ ધરાવતા એસપી સાહેબ રાહુલ પટેલ દ્વારા એક પારદર્શક તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવી જરૂરી છે. |
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590