ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC) એ પાકિસ્તાનમાં સુન્ની બલોચ આતંકવાદી જૂથ જૈશ અલ-અદલ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરવાનો દાવો કર્યો છે.
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મંગળવારે ઈરાને આતંકવાદી જૂથોના અડ્ડા પર હવાઈ હુમલાનો દાવો કર્યો હતો. પાકિસ્તાને પણ હુમલાની પુષ્ટિ કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ હુમલાની સખત નિંદા કરી છે. મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ‘પાકિસ્તાન ઈરાન દ્વારા તેના એરસ્પેસના ઉશ્કેરણી વિનાના ઉલ્લંઘન અને પાકિસ્તાની ક્ષેત્રની અંદરના હુમલાની સખત નિંદા કરે છે. જેના કારણે બે માસૂમ બાળકોના મોત થયા હતા, જ્યારે ત્રણ બાળકીઓ ઘાયલ થઈ હતી. પાકિસ્તાનની સાર્વભૌમત્વનું આ ઉલ્લંઘન સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને તેના ગંભીર પરિણામો આવી શકે છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું નથી કે હુમલો ક્યાં થયો છે. પરંતુ પાકિસ્તાનના વિવિધ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર હુમલાની જગ્યા બલૂચિસ્તાન પ્રાંત તરીકે દર્શાવવામાં આવી રહી છે. જ્યાં બંને દેશો લગભગ 1000 કિલોમીટર લાંબી સરહદ વહેંચે છે. આ ખૂબ જ ઓછી વસ્તી ધરાવતો વિસ્તાર છે.
તમને જણાવી દઈએ કે ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC) એ પાકિસ્તાનમાં સુન્ની બલોચ આતંકવાદી જૂથ જૈશ અલ-અદલ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરવાનો દાવો કર્યો છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા પ્રમાણે ઈરાની સેનાએ પાકિસ્તાનમાં જૈશ અલ-અદલના બે અડ્ડાઓ પર હુમલો કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ આતંકવાદી જૂથે પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં ઈરાની સુરક્ષા જવાનો પર હુમલો કર્યો હતો.
પાકિસ્તાને કહ્યું કે તે સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું કે આ પાકિસ્તાનની સંપ્રભુતાનું ઉલ્લંઘન છે. આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. આના ગંભીર પરિણામો આવી શકે છે. મંત્રાલયે કહ્યું હતું કે મંગળવારે મોડી રાત્રે થયેલા હુમલામાં બે માસૂમ બાળકોના મોત થયા છે જ્યારે ત્રણ બાળકીઓ ઘાયલ થઈ છે. જો કે ઈરાન તરફથી આ અંગે કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590