તાપી જિલ્લામાં ચાલી રહેલા બાયોડીઝલના ગોરખ ધંધા ને અટકાવવા માં તંત્રને કોઇ રસ નથી એવું લાગી રહ્યું છે, ત્યારે આપણે વાત કરીએ તાપી જિલ્લામાં તાપી નદીના કિનારે અનેક રેતીની લીઝો ચાલે છે ત્યારે તાપી જિલ્લાની અંદર બેરોકટોક ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત જ્વલનશીલ પદાર્થ બાયોડીઝલ નું ખુલ્લેઆમ વેચાણ તેમજ હેરાફેરી કરવામાં આવી રહી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે તાપી જિલ્લાની અંદર અલગ-અલગ તાલુકા ની અંદર જેમકે વ્યારા ,સોનગઢ ,નિઝર ,ઉચ્છલ ,કુકરમુંડા જેવા વિસ્તારોની અંદર અનેક ચેકપોસ્ટો તેમજ રસ્તા ઉપર પોલીસની તેમજ અધિકારીઓની ગાડીઓની સખત અવરજવર હોવા છતાં શું ગેરકાયદેસર રીતે વહન કરતા બાયોડીઝલના વાહનો તેમને નજરે નથી પડતા ? કે પછી આવા વાહનો નજરે પડતા અધિકારીઓ પોતાનું મોઢું ફેરવી લે છે કે આંખ બંધ કરી દે છે તે સમજાતું નથી ,ત્યારે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી નું સમગ્ર મામલે ધ્યાન દોરવામાં આવ્યા છતાં પણ જિલ્લા પુરવઠા અધિકારી ને કાર્યવાહી કરવામાં કોઈ રસ ના હોય તેમ દેખાય આવી રહ્યું છે. તેમજ તાપી જિલ્લા પોલીસ દ્વારા પણ આખા જિલ્લાની અંદર અનેક વાહનો લઈને પેટ્રોલિંગ કરવામાં આવે છે પણ તમામ પેટ્રોલિંગના દાવાઓ પોક્કડ સાબિત થાય તેમ છે કેમ કે જે માર્ગો ઉપર તાપી જિલ્લા પોલીસ પેટ્રોલિંગ કરે છે તે જ માર્ગે ઉપર ગેરકાયદેસર રીતે ભરપૂર પ્રમાણમાં બાયોડીઝલનું જિલ્લાભરમાં હેરાફેરી કરવાનું કાર્ય ફૂલ જોશમાં કરવામાં આવી રહ્યું છે, ત્યારે પોલીસ તંત્રના અધિકારીઓની પેટ્રોલિંગ પણ એક શંકાના દાયરામાં આવે છે કે અધિકારીઓને આ ગાડીઓ દેખાતી નથી કે પછી ન દેખાવાનું ઢોંગ કરે છે .
તાપી જિલ્લા માંથી પસાર થતી સૂર્યપુત્રી તાપી નદીને કાંઠે અનેક રેતીની લીઝો આવેલ છે ત્યારે આ તમામ રેતીના પ્લીઝ ધારકોને પેટ્રોલ પંપ કરતા ઓછા અને ગુણવત્તા વિહીન ઇંધણ એટલે બાયોડીઝલ પહોંચાડવાનું ગેરકાયદેસર કાર્ય કરવામાં આવી રહ્યું છે ત્યારે પેટ્રોલિયમ પદાર્થ નું તાપી જિલ્લામાં વેચાણ ઘટતાં સરકાર ને પણ અનેકવાર રૂપિયાનો ચૂનો ચોપડવાનો કાર્ય બાયોડીઝલ વિક્રેતા દ્વારા કરવામાં આવે છે
તાપી જિલ્લા કલેકટરશ્રી દ્વારા જો એક નિષ્ઠા અને ઈમાનદારીથી કામ કરે તેવી ટીમ નું નિર્માણ કરીને જો તપાસ ના દેશો આપવામાં આવે તો તાપી જિલ્લામાં ચાલતા મોટાપાયે ગેરકાયદેસર બાયોડીઝલના વેપલા નો પર્દાફાશ થાય તેમ છે. અને અનેક ખુલાસાઓ સામે આવે તેમ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590