જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાના ચોટીગામમાં ભારતીય સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. વહેલી સવારે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સે આ વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન અહીં છુપાયેલા આતંકવાદીઓએ પોતાને ઘેરાયેલા જોઈને ફાયરિંગ શરૂ કરી દીધું હતું.
જ્યારે આત્મસમર્પણની અપીલ બાદ પણ આતંકવાદીઓ રાજી ન થયા તો ભારતીય સુરક્ષા દળોએ પણ જવાબી કાર્યવાહી શરૂ કરી. બંને તરફથી જોરદાર ગોળીબાર થઈ રહ્યો છે. ભારતીય સેના અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સે મોરચો સંભાળ્યો છે. હાલમાં અહીં બેથી ત્રણ આતંકીઓ છુપાયા હોવાની આશંકા છે.
કુલગામમાં પ્રથમ એન્કાઉન્ટર
આ વર્ષે આતંકવાદીઓ સાથે પ્રથમ અથડામણ ગુરુવારે કુલગામમાં થઈ હતી. જો કે આતંકીઓનું ઠેકાણું મળી શક્યું નથી. હવે શોપિયાંમાં પણ એન્કાઉન્ટર થઈ રહ્યું છે. ગયા વર્ષે સુરક્ષા દળોએ 76 આતંકીઓને ઠાર કર્યા હતા. જેમાંથી 55 આતંકવાદીઓ પાકિસ્તાની હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590