ડોલવણ તાલુકાના પાટી ગામમાં પતિ -પત્ની નોકરી એ ગયા હતા.ત્યારે બંધ ઘરનો ફાયદો લઈ ઘરમાંથી દાગીના સહિત કુલ કિંમત રૂપિયા ૧,૩૫,૫૦૦/- ની ચોરી કરી ચોરટાઓ ફરાર થઈ ગયા હતા.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ડોલવણ તાલુકાના પાટી ગામના રણજીત કાંતુ ગામીત અને તેમના પત્ની પોતપોતાના નોકરી ધંધાએ સવારે ગયા હતા.જે બાદ પતિ -પત્ની સાંજે ઘરે પરત ફર્યા હતા.ત્યારે ઘરનો સરસામાન વેરવિખેર જોવા મળ્યો હતો.પતિ - પત્ની ને ઘરમાં તપાસ કરતા જણાઇ આવ્યું હતું કે,ઘરની બારીની લોખંડની એંગલ ઉચી કરી ઘરમાં પ્રવેશ કરી ઘરમાં મુકેલ કબાટ ખોલી કબાટમાં મુકેલ સવા બે તોલાનું સોનાનુ મંગળ સુત્ર જેની કિંમત રૂપિયા ૧૭ હજાર તથા સોનાની મોટી ચેઇન જેની કિંમત રૂપિયા ૨૦ હજાર તથા ત્રણ સોનાની નાની અલગ અલગ ચેઇન જેની કિંમત રૂપિયા ૪૨,૬૦૦/- તથા એક સોનાની વીંટી જેની કિંમત રૂપિયા ૧૨ હજાર તથા સોનાની નથણી નંગ-૦૪ જેની કિંમત રૂપિયા ૪૦૦૦/- તથા સોનાની કાનમાં પહેરવાની ઝુમ ખાવાળી બુટ્ટી જેની કિંમત રૂપિયા ૨૫૦૦/-તથા એક ચાંદીનો દોરાવાળુ તથા ચાંદીના કવર વાળી રુદ્રાક્ષની માળા જેની કિ.રૂ.૧૨૦૦/- તથા ચાંદીના સાંકળા જેની કિંમત રૂપિયા ૨૦૦૦/- તથા એક જોડી ચાંદીની ઝાંઝરી વાળા સાંકળા જેની કિંમત રૂપિયા ૭૦૦૦/- તથા એક હાથમાં પહેરવાનુ ચાંદીનુ લુઝ જેની કિંમત રૂપિયા આશરે ૧૨૦૦/- તથા રોકડા રૂપિયા ૨૬,૦૦૦/- એમ મળી કુલ કિંમત રૂ.૧,૩૫,૫૦૦/- ની ચોરી થઈ છે.જે બાદ ઘર માલિક રણજીત ગામીત એ પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.ડોલવણ પોલીસ મથકે આ અંગે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590