Latest News

નિઝરના રૂમકીતળાવ ખાતે આવેલ ધારેશ્વર જવેલર્સની દુકાનમાંથી ૧.૮૯ લાખના દાગીનાની ચોરી

Proud Tapi 01 Nov, 2023 03:27 PM ગુજરાત

મહેશ પાડવી (પ્રતિનિધિ ) : નિઝર તાલુકાના રુમકીતલાવ ખાતે આવેલ ધારેશ્વર જવેલર્સની દુકાનમાંથી ત્રણ અજાણ્યા ઈસમોએ ૧.૮૯ લાખના દાગીનાની ચોરી કરી હતી.ત્યારે સમગ્ર ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

નંદુરબારના સુમિત દિલીપ શરાફની ધારેશ્વર જ્વેલર્સ નામની દુકાન નિઝરના રૂમકીતળાવ ખાતે આવેલ છે.ત્યારે સુમિત સરાફ સવારે દુકાન ખોલવા માટે આવ્યા હતા.ત્યારે દુકાનનો એક તરફ લોખંડનો શટલ દરવાજો અડધો ખુલ્લો હતો. જે બાદ અંદર તપાસ કરતા દાગીનાની ચોરી થઈ હોવાનું જણાઇ આવ્યું હતું.ત્યાર બાદ દુકાનમાં લગાડેલ સી.સી.ટી.વી. કેમેરા ચેક  બહારની સાઇડના કેમેરામાં  જોવા મળ્યું હતું કે,ત્રણ અજાણ્યા ઇસમો મોટરસાઇકલ ઉપર આવ્યા હતા.ત્રણે ના મોઢા ઉપર માસ્ક હતો. અને દુકાનની અંદર બે ઇસમો રાત્રિના સમયે અંદર આવ્યા હતા અને  દુકાનમાંથી ચાંદીના ઘરેણા ચોરી કરી નાસી છૂટયા હતા.ત્યારે દુકાનની તપાસ કરતા કુલ કિંમત રૂપિયા ૧.૮૯ લાખના ચાંદીના દાગીના ની ચોરી થયા હોવાનું માલુમ પડ્યું હતું. ધારેશ્વર જ્વેલર્સના માલિક સુમિત એ નિઝર પોલીસ મથકે ચોરી નો ગુન્હો નોંધ્યો હતો.નિઝર પોલીસે આ અંગે ગુન્હો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post