નેપાળમાં, પોખરાથી કાઠમંડુ જઈ રહેલી ભારતના ઉત્તર પ્રદેશના નંબર પ્લેટવાળી બસ નદીમાં પડતાં અકસ્માત સર્જાયો હતો.. ગંડકી પ્રાંતના તનાહુન જિલ્લામાં મર્સ્યાંગડી નદીમાં બસ પડી હતી. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે આ અકસ્માત પૃથ્વીરાજ હાઈવે પર થયો હતો. તનાહુનના નાયબ પોલીસ અધિક્ષક દીપક કુમાર રાયના જણાવ્યા અનુસાર બસમાં ભારતીય પ્રવાસીઓ હતા. પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી મુસાફરોને સુરક્ષિત રીતે બચાવવાનો પ્રયાસ કરી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 16 ઘાયલ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જોકે, હજુ સુધી કુલ મુસાફરોની સંખ્યા જાણી શકાઈ નથી. પ્રવાસીઓ પોખરાના માઝેરી રિસોર્ટમાં રોકાયા બાદ આજે સવારે કાઠમંડુ પરત ફરી રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590