પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી પરિણીત હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ તેની પરિણીત પત્ની તેના વતન ઝારખંડ ખાતે રહેતી હોવાનું પણ સામે આવ્યું છે.
રાજકોટ જિલ્લાના રામપરા બેટી ગામ ખાતે 16 વર્ષીય સગીરાનું ગત છઠ્ઠી ઓક્ટોબરના રોજ જીતેન્દ્ર કુમાર પાસવાન નામના વ્યક્તિ દ્વારા લગ્નની લાલચે અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર મામલે અપહરણના ગુનામાં નાસ્તા ફરતા આરોપી જીતેન્દ્રકુમાર પાસવાન (ઉવ.34)ને એરપોર્ટ પોલીસ સ્ટેશન દ્વારા પંજાબ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી પરિણીત હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ તેની પરિણીત પત્ની તેના વતન ઝારખંડ ખાતે રહેતી હોવાનું પણ સામે આવ્યું છે. તો સાથે જ જીતેન્દ્ર પાસવાન પંજાબ ખાતે એક પ્લાસ્ટિકના કારખાનામાં નોકરીએ પણ જ લાગી ગયો હોવાનું તપાસમાં ખુલ્યું છે. તેમજ પોલીસે ભૌગોલિક પરિસ્થિતિ અંગે માહિતી મેળવવા માટે google મેપનો પણ ઉપયોગ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ જે.એસ ગામીતના જણાવ્યા પ્રમાણે, આરોપી દ્વારા સગીરાને લગ્ન કરવાની લાલચ આપવામાં આવી હતી. ત્યારબાદ તે પોતાની સાથે તેને પંજાબ રાજ્યના રૂપનગર ખાતે લઈ ગયો હતો. આ સમગ્ર મામલે એરપોર્ટ પોલીસ દ્વારા મોબાઈલ લોકેશન તેમજ સીડી આર કોલ એનાલિસિસની મદદથી આરોપીને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર આર.એચ કોડીયાતર અને તેમની ટીમ દ્વારા પંજાબ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે.
પોલીસ કર્મચારીઓએ આરોપીને ઝડપી પાડવા માટે પંજાબી પહેરવેશ ધારણ કરી પંજાબીમાં વાતચીત કરી આરોપીને ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે. આરોપી જીતેન્દ્રકુમાર પાસવાન હિરાસર ખાતે રહેતો હોવાનું સામે આવ્યું છે. તેમજ તે ત્યાં આસપાસ આવેલી કંપનીમાં કામકાજ કરતો હતો. કંપનીમાંથી તે ગત આઠમા મહિનામાં કામ છોડીને જતો રહ્યો હતો અને ત્યારબાદ દસમા મહિનામાં આવીને સગીરાને લઈ જતો રહ્યો હતો. પોલીસ તપાસમાં આરોપી પરિણીત હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ તે મૂળ ઝારખંડના ધનાબાદ જિલ્લાનો વતની હોવાનું પણ સામે આવ્યું છે.
સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવતા તેની સાથે અવારનવાર દુષ્કર્મ ગુજાર્યાનું સામે આવતા પોલીસ દ્વારા સમગ્ર મામલે પોક્સો તેમજ દુષ્કર્મ સહિતની કલમોનો ઉમેરો કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે.
સગીરા અને તેનો પરિવાર મૂળ મધ્યપ્રદેશના પત્ની હોવાનું સામે આવ્યું છે. સગીરાના પિતા છેલ્લા દસેક વર્ષથી રાજકોટના બામણબોર જીઆઇડીસીમાં આવેલી એક કંપનીમાં ડ્રાઇવિંગ કરી પરિવારજનોનું ગુજરાન ચલાવે છે. તો સાથે જ સંતાનમાં તેમને બે દીકરાને દીકરી હોવાનું સામે આવ્યું છે. છઠ્ઠી ઓક્ટોબરના રોજ વહેલી સવારે ફરિયાદી પોતાની ઓરડીમાં જાગી જતા 16 વર્ષની દીકરી ઘરમાં જોવા નહોતી મળી. જેથી સમગ્ર મામલે તેમણે દીકરીની શોધખોળ હાથ ધરી હતી.
ત્યારે પત્નીને દીકરી અંગે પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, આપણી દીકરી જીતેન્દ્રકુમાર પાસવાન સાથે ઘણીવાર ફોનમાં વાતચીત કરતી હતી. તેમજ જીતેન્દ્રકુમાર પાસવાને તેને ફોન પણ આપ્યો હતો. જેથી ફરિયાદીની પત્નીનું માનવું હતું કે, જીતેન્દ્રકુમાર પાસવાનને લગ્ન કરવાની લાલચ આપી બંધ કામ કરવાના ઇરાદે તેનું અપહરણ કરી લઈ ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590