મહેશ પાડવી ( નિઝર ) : તાપીના કુકરમુંડા તાલુકા ખાતે ભાજપા યુવા મોરચા દ્વારા ડો.શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન નિમ્મીતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં કુકરમુંડા તાલુકા સહિત આજુબાજુ વિસ્તારના લોકો રક્તદાન કેમ્પમાં હાજર રહી રક્તદાન કર્યું હતું.જેમાં કુલ ૬૩ યુનિટ રક્ત એકત્રિત થયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે,કુકરમુંડા તાલુકો તાપી જિલ્લાનો છેવાડાનો અને મહારાષ્ટ્ર રાજ્ય ને અડીને આવેલો તાલુકો હોવાથી અહીંના લોકોને રક્ત મેળવવા ભારે જહેમત કરવી પડતી હોય છે,પરંતુ ભાજપા યુવા મોરચા કુકરમુંડા તાલુકા દ્વારા રક્તદાન કેમ્પ યોજી એક નવી દિશામાં સારી કામગીરી કરવામાં આવી રહી છે.જેનાથી લોકોને લોહી મેળવવામાં પડતી મુશ્કેલીઓ દૂર થશે.
કુકરમુંડા તાલુકા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં તાપી જિલ્લા યુવા મોરચા-પ્રમુખ વિરલભાઈ કોકણી,તાપી જિલ્લાના સંગઠનના ઉપપ્રમુખ ખુશાલભાઈ,જિલ્લા પંચાયતના દંડક રાહુલભાઈ ચૌધરી,કુકરમુંડા એપીએમસીના વાઈસ ચેરમેન ભાસ્કરભાઈ મરાઠે ,કુકરમુંડા તાલુકા સંગઠન ઉપપ્રમુખ સખરામભાઇ તેમજ તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમને કુકરમુંડા તાલુકાના યુવા-મોરચાના પ્રમુખ ચંદ્રવદનભાઈ મરાઠે ,મહામંત્રી જ્યોતિષ વસાવા ઉપપ્રમુખ નયન,દીપકભાઈ ,પ્રશાંત પટેલ, સાગર પાડવી,યોગેન્દ્ર પાડવી ,ચિરાગ પાડવી અને કુકરમુંડા ગામના યુવાનોએ ખુબ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590