ડોલવણના પદમડુંગરી ખાતે પૈસાની લાલચમાં સાવકા ભાઈની હત્યા
ડોલવણ તાલુકાના પદમડુંગરી ગામમાં ૨૩ વર્ષીય યુવકની જંગલમાં હત્યા કરવામાં આવી,અને હત્યારો પુરાવા નષ્ટ કરી નાસી છૂટયો હતો. પરંતુ તાપી જિલ્લા એલસીબીએ તપાસ કરીને ત્રણની અટકાયત કરી હત્યાનો ભેદ ઉકેલ્યો છે.
તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કરંજખેડ ગામના સંપત કિરણ કોંકણી (ઉ.વ.૨૩ રહે.કરંજખેડ ગામ,આખર ફળીયા તા.ડોલવણ )ને કોઈક કારણોસર રાત્રીના સમયે પદમડુંગરી ગામે વખાર ફળીયાની સીમમાં આવેલ જંગલમાં કોઇક એ બોલાવ્યા હતા.ત્યારબાદ માથાના પાછળના ભાગે કોઇક મારક હથિયારો વડે ડાબા કાનની બાજુમાં તથા પીઠના ભાગે તથા છાતીના ભાગે ગંભીર ઇજા કરી યુવકની સ્થળ પર જ હત્યા કરી દેવામાં આવી હતી.તેમજ સ્થળ પરથી પુરાવાનો નાશ કરી હત્યારો નાસી છૂટ્યો હતો.જે બાદ પોલીસે ગુન્હો નોંધી હત્યારા ની શોધ ખોળ હાથ ધરી હતી.
તાપી જિલ્લા એલસીબી સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે, પદમ ડુંગરી હત્યાના ગુનામાં સંડોવાયેલ સંદિપ કોંકણી, કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તથા કિરણ બાગુલ એમ ત્રણ જણા મારૂતી ઇકો ગાડી નં.- GJ-26-AB-0623માં આમતેમ ફરે છે અને તેઓ ત્રણ જણા ડોલવણ તાલુકાના ડુંગરડા ગામt પસાર કરી રાયગઢ ગામ તરફ જનાર છે. જે બાતમીના આધારે તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ ડુંગરડા ગામની સીમા વોચ ગોઠવી હતી. ત્યારે ઇકો ગાડી રજી.નં.- GJ-26-AB-0623 આવતા પોલીસે ગાડીમાંથી (૧) સંદિપ કિરણ કોંકણી (ઉ.વ.૩૫, રહે આખર ફળીયુ, કરંજખેડગામ તા.ડોલવણ, જી.તાપી), (૨) કિરણ સુરજી બાગુલ (ઉ.વ.૨૮, રહે, નીચલું ફળીયું, નડગખાદી ગામ, ના આહવા, જી.ડાંગ) (૩) કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર ની અટકાયત કરવામાં આવી હતી.તેમજ તેમની સાથે એક લોખંડના ડબલ બેરેલ તથા તેની નીચે લાકડાની પકડ સહિતનું નાળચુ તથા લાકડા લોખંડ નો ટ્રીગર, ફાયરિંગ પીન સહિતના હાથવાળી રાયફલ તથા અલગ અલગ પ્રકારના ફાયરિંગ રાઉન્ડ તેમજ છુટા સીસાના છરા મળી આવ્યા હતા.
તાપી જિલ્લા એલસીબીએ ત્રણેયની સઘન પૂછપરછ કરી હતી જે બાદ સામે આવ્યું હતું કે,સંદીપ કિરણ કોકણીએ સંપતનો સાવકો ભાઈ છે.તેમજ તેમના પિતા સરકારી કર્મચારી હતા અને પિતાનું કોરોના કાળ દરમિયાન મૃત્યુ થયું હતું.જેના વળતર પેટે ૫૦ લાખ રૂપિયા મળ્યા હતા.જેમાંથી સંપતને ૧૦ લાખ રૂપિયા આપી બાકીના પૈસા સંદિપ કોંકણી એ પોતાના અંગત ખર્ચ માટે વાપર્યા હતા.તેમજ તેમના પિતાના પી.એમ.ના ૧૫ લાખ રૂપિયા અને પેન્શન લેવા બાબતે બંને ભાઈઓ વચ્ચે પૈસા બાબતે અવારનવાર ઝઘડો થતો હતો.જે બાદ સંદીપ કોકણીએ સંપતની હત્યા કરવા માટે કિરણ બાગુલને ૩ લાખની લાલચ આપી હતી અને કાયદાના સંઘર્ષમાં આવતા કિશોરનું ઘરનો બાંધકામ ચાલુ હોય તેથી તેને પૈસા આપી સોપારી આપી હતી.ત્યારબાદ કિરણ બાગુલ એ અને કાયદાના સંઘર્ષમાં આવતા કિશોર એ વિધિ કરવાના બહાને સંપત કોકણી ને પદમડુંગરી ના જંગલ વિસ્તારમાં બોલાવ્યો હતો. અને સંપત કોંકણી પર ફાયરિંગ કરી હત્યા કરી હતી.
પોલીસે ઇકો ગાડી જેની કિંમત રૂપિયા ૩ લાખ તથા એક હાથા વાળી છુટી રાયફલ આશરે કિંમત રૂપિય ૧૦ હજાર તથા ૨૭ જીવતા કારતૂસ જેની કિંમત રૂપિયા ૨,૭૦૦/- તથા મોબાઈલ નંગ -૨ જેની કિંમત રૂપિયા ૧૦ હજાર એમ મળી કુલ કિંમત રૂપિયા ૩,૨૨,૭૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590