સોનગઢ પોલીસે ખકે લાઈ ગામના ત્રણ રસ્તા પાસેથી દારૂનો જથ્થો ભરેલી કારણે બાતમીના આધારે ઝડપી પાડી હતી.જોકે કાર ચાલક નાસી છૂટ્યો હતો,જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો.તેમજ દારૂના જથ્થા સહિત કુલ કિંમત રૂપિયા ૩,૪૦,૮૦૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,દારૂ જેવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા સામુવેલ ઉર્ફે ડીકો દિલીપ ગાવીત (રહે.લક્કડકોટ, તા.નવાપુર, જી.નંદુરબાર મહારાષ્ટ્ર) પોતાના કબજા ની સફેદ કલરની મારુતિ સુઝુકી સ્વીફ્ટ ફોર વ્હીલર નં.GJ-26-AB-9977 માં દારૂનો જથ્થો ભરી લઈને લક્કડકોટ થી નીકળી સોનગઢ થઈને કેલાઇ ગામ તરફ આવનાર છે.જે બાતમીના આધારે કેલાઈ ગામના ત્રણ રસ્તા પાસે સોનગઢ તરફથી આવતા રોડ ઉપર વોચ ગોઠવી હતી.તે વેળાએ કાર રજી. નં.GJ-26-AB-9977 આવતા પોલીસે તેને રોકવા પ્રયત્ન કર્યો હતો.પરંતુ કારચાલકે નાસી છૂટવા પ્રયાસ કર્યો હતો અને એક પોલીસકર્મી ના ડાબા પગ ઉપર કાર ચડાવી દીધી, પરંતુ પોલીસ કર્મચારી ખસી જતા બચી ગયા હતા.જે બાદ કાર ચાલકે એક ઘરની વાડમાં કાર ઘુસાવી દીધી હતી અને કાર છોડી નાસી છૂટયો હતો.ત્યારે પોલીસે કાર ચાલક સામૂવેલ ઉર્ફે ડીકો દિલીપ ગાવીત(રહે.લક્કડકોટ, તા.નવાપુર, જી.નંદુરબાર મહારાષ્ટ્ર)ને વોન્ટેડ જાહેર કર્યો હતો.ત્યારબાદ પોલીસે કારની તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જે બાદ પોલીસે કુલ દારૂનો જથ્થો (બોટલ નંગ ૬૨૪) જેની કિંમત રૂપિયા ૪૦,૮૦૦/- તથા કાર જેની કિંમત રૂપિયા ૩ લાખ એમ મળી કુલ કિંમત રૂપિયા ૩,૪૦,૮૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.સોનગઢ પોલીસે આ અંગે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590