તાપી જિલ્લા એલસીબી અને પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી એ સોનગઢ ના માંડળ ગામ ખાતેથી કારમાં હેરફેર થતો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે કાર ચાલક પોલીસને જોઈને નાસી છૂટ્યો હતો જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો અને કાર એમ મળી કુલ કિંમત રૂપિયા ૧.૨૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રહે બાતમી મળી હતી કે,કીકાકુઇ ગામ તરફથી માંડળ ગામના પાટીયા તરફ એક ઇસમ ગોલ્ડન કલરની શેવોલેટ સ્પાર્ક કાર નં.- GJ-05-CM-3951 મા વિદેશી દારૂ લઇને નીકળ્યો છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ સોનગઢ માંડળ ગામથી નેશનલ હાઇવે નં.-૫૩ ઉપર નીકળવાના રોડ ઉપર વોચ ગોઠવી હતી.તે વેળાએ કાર નં.- GJ-05-CM-3951 આવતા પોલીસે તેને રોકવા પ્રયત્ન કર્યો હતો.પરંતુ રાત્રિના અંધારાનો લાભ લઈને કાર ચાલક નાસી છૂટયો હતો.જે બાદ પોલીસે કરણી તપાસ કરી હતી.ત્યારે કારમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 1 લાખ રૂપિયાની કિંમતની કાર તથા ૨૬,૪૦૦/- ની કિંમતનો દારૂનો જથ્થો એમ મળી કુલ કિંમત રૂપિયા ૧,૨૬,૪૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.અને નાસી છૂટનાર કાર ચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.સોનગઢ પોલીસ મથકે આ અંગેનો ગુન્હો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590