સોનગઢના પોલીસે ટોકરવા ખાતે બાઈક પર લઈ જવાતા દારૂના જથ્થાને ઝડપી પાડ્યો હતો.તેમજ કુલ કિંમત રૂપિયા ૩૩,૯૨૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.જોકે બાઈક પર સવાર બે ઈસમો નાસી છૂટયા હતા,ત્યારે પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા હતા.
સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,ગાયસવાર ગામથી ટોકરવા ગામ તરફ એક બાઈક સવાર પોતાની સાથે એક કોથળામાં દારૂનો જથ્થો ભરી લઈ જનાર છે.જે બાતમીના આધારે સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ ટોકરવા ગામના રસ્તા પર વોચ ગોઠવી હતી.તે વેળાએ નંબર પ્લેટ વગરની એક્ટીવા પર બે ઈસમો સવાર થઈને આવી રહ્યા હતા,પરંતુ પોલીસને જોઈને બંને ઈસમો મોટરસાયકલ છોડી ત્યાંથી નાસી છૂટયા હતા.જે બાદ પોલીસે એક્ટિવાની તપાસ કરી હતી,ત્યારે તેમાંથી પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જે બાદ પોલીસે કુલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૧૩,૯૨૦/- તથા એક્ટીવા જેની કિંમત રૂપિયા ૨૦ હજાર એમ મળી કુલ કિંમત રૂપિયા ૩૩,૯૨૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને નાસી છૂટેલા બંને ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.સોનગઢ પોલીસે આ અંગે ગુન્હો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590