વાલોડ તાલુકાના તિતવા ગામ ખાતે રહેતા નિવૃત્ત શિક્ષકના ઘરમાંથી અંદાજે ૧.૩૫ લાખના સોનાના દાગીનાની ચોરી કરવામાં આવી હતી.ત્યારે પોલીસ મથકે ચોરી અંગેની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
વાલોડ તાલુકાના તિતવા ગામના જમાઈ ફળીયા ખાતે રહેતા નિવૃત્ત શિક્ષક રમેશ કુંવરજી ચૌધરી લગ્ન પ્રસંગે બારડોલી ખાતે ગયા હતા.ત્યારે બંધ ઘરનો લાભ લઈને દરવાજાએ લગાવેલ તાળું તોડીને રહેણાંક મકાનમાં ચોર ત્રાટક્યા હતા.જે બાદ નિવૃત્ત શિક્ષક અને તેમના પરિવારના સભ્ય ઘરે પરત ફર્યા હતા ત્યારે ઘરમાં સોનાના દાગીના મળી આવ્યા નહોતા જેથી ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું.ઘરમાંથી સોનાના દાગીના સહિત અંદાજે કુલ કિંમત રૂપિયા ૧.૩૫ લાખની ચોરી થઈ હતી.ત્યારે નિવૃત્ત શિક્ષક એ ચોરી અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.વાલોડ પોલીસે ચોરી અંગેનો ગુન્હો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590