ભરૂચમાં નવાજૂની થવાનું નક્કી મનાઈ રહ્યું છે.અહેમદ પટેલના પુત્રની એક પોસ્ટથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેની મુશ્કેલી વધી ગઈ છે. ચૈતર વસાવાના પેટમાં ફાળ પડી ગઈ છે. કારણ કે ચૈતર વસાવાની ઉમેદવારી રદ કરી કોંગ્રેસ અહીં અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલને ટિકિટ આપશે એવો આશાવાદ ખુદ ફૈઝલે વ્યક્ત કર્યો છે.સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લંબાણપૂર્વક કરેલી પોસ્ટમાં ફૈઝલ પટેલે આવો આશાવાદ વ્યક્ત કર્યો છે. દિવંગત કોંગ્રેસ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ભરૂચ બેઠક પરથી 2024ની લોકસભા ચૂંટણી લડવાની તીવ્ર ઈચ્છા વ્યક્ત કરી છે. વિસ્તારમાં તેમના પિતાના ગાઢ જોડાણ અને વારસાને જોતાં આ બેઠક તેમના અને તેમના પરિવાર માટે ભાવનાત્મક રીતે અતિ મહત્વપૂર્ણ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીટ વહેંચણીને લઈને ખૂબ ચર્ચા અને કેટલાક વિવાદ પણ થયા હતા. વિવાદમાં ભરૂચ બેઠક પણ કેન્દ્રમાં રહી હતી. એવા જ સમયે આમ આદમી પાર્ટીએ ભરૂચ બેઠક માટે પોતાનો ઉમેદવાર પણ જાહેર કરી દીધો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590