Latest News

ભરૂચ: ઇજનેર આપઘાત કેસમાં રાજા શેખના આશ્રય સ્થાનોની તપાસ

Proud Tapi 01 Sep, 2024 03:53 AM ગુજરાત

ભરૂચની રેલવે કોલોનીમાં રહેતા ઇજનેરની પત્નીએ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પત્નીના આપઘાત બાદ ઇજનેર જતીન મકવાણાએ પુત્ર વિહાનની ગળુ દાબી હત્યા કરી પોતે સુરવાડી ફાટક પાસે ટ્રેન નીચે પડતું મુકી દીધું હતું. જુલાઇ મહિનામાં આ કરૂણ ઘટનામાં ઇજનેરની મૃતક પત્નીના અમદાવાદના જીમ ટ્રેઇનર રાજા શેખ સાથે અનૈતિક સંબંધો જવાબદાર હોવાનો ખુલાસો થયો હતો. જતીન મકવાણાને આપઘાત કરવાની પ્રેરણા આપવા બદલ રાજા શેખ સામે અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. ઘટનાના 54 દિવસ બાદ આરોપીને પોલીસે ભિવંડીથી ઝડપી પાડયો છે. જ્યાં તે એક હોટલમાં રોકાયો હતો. તેની સાળી ત્યાં રહેતી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે તે એક વાર યુપી પણ ગયો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, છેલ્લાં 54 દિવસથી ક્યાં ક્યાં લપાતો છુપાતો ફરતો હતો તેની વિગતો મેળવવાની કવાયત પોલીસે ચાલુ કરી છે. રાજા શેખે અંક્લેશ્વરની કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી પણ કરી હતી.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post