ફાયર ફાઇટરોને આવવામાં થોડું મોડું થતાં ગભરાયેલા લોકો બ્લોકની બારીમાંથી દોરડા વડે નીચે કૂદી ગયા
વહાબ શેખ,(નર્મદા) : રાજપીપલા ખાતે સ્ટેશન રોડ ઉપર જૂની કોર્ટની સામે આવેલ પાયગા પોલીસ લાઇનમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગતાં ત્યાં રહેતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.અને અફરા તફરી મચી જવા પામી હતી. જોકે ફાયર બ્રિગેડ જાણ કરતા ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો
રાજપીપલા પાયગા પોલીસ લાઈનમાં બ્લોક નં.2 ના દાદર નીચે શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી હતી જેમાં કારણે ત્યાં રહેતા પોલીસ પરિવારોમાં અફરા તફરી મચી જવા પામી હતી. અને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું જોકે ફાયર બ્રિગેડમાં લોકોએ તાત્કાલિક જણ કરી દીધી હતી પરંતુ ફાયર ફાઇટરોને ઘટના સ્થળે પહોંચવામાં થોડુ મોડું થતા લોકોએ બૂમાબૂમ કરી જીવ બચાવવા બ્લોકની બારીમાંથી દોરડા વડે નીચે કૂદી ગયા હતા. પરંતુ કોઈ પણ પ્રકારનું નુકશાન કે, જાનહાની થઈ ન હતી
જોકે બાદમાં જરાકજ વારમાં ટાઉન પી.આઇ. અને એલ.સી.બી. પી.આઇ. તથા અન્ય પોલીસ જવાનો સહિત ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ વધુ ન પ્રસરે જેથી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ બ્લોકની અંદર ફસાયેલા રહીશોને હેમખેમ બહાર કાઢી લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590