રમઝાનનો પવિત્ર માસ શરુ થતા જ મુસ્લિમો પોતાના રબ ને રાજી કરવા પવિત્ર રમઝાન માસ દરમિયાન રોજા રાખી નમાજ પઢી અને દુઆઓ ગુજારી બંદગી કરી રહ્યા છે.
મુસ્લિમ સંપ્રદાયનો વર્ષભરનો અતિ મહત્વનો ગણાતો પવિત્ર માસ રમઝાન માસ.જે ખુબ મહિમા ધરાવતો માસ કહેવાય છે.પવિત્ર રમઝાન માસની વાત કરીએ તો ધૈર્ય, સખાવત અને કસોટીનો ત્રિવેણી સંગમ સમો માસ પણ કહેવાય છે. ત્યારે વિશ્વભરના મુસલમાનો એક માસ સુધી રોઝા ઉપવાસ કરી ખુદની બંદગીમાં મશગુલ બન્યા છે.
પ્રારંભ થયેલા રમઝાન માસમાં મુસ્લિમ બિરાદરો અલ્લાહની ઇબાદતમાં ભૂખ્યા તરસ્યા રહી ઉપવાસ રાખી રહ્યા છે. ત્યારે નાના ભૂલકાઓ પણ અલ્લાહની ઈબાદતમાં રોજો રાખી ઉપવાસી બની રહ્યા છે. ઘરના વડીલો ભૂલકાઓને નાનપણથી રમજાન એટલે શું અને આ માસ દરમ્યાન કરવામાં આવતા ઉપવાસ રોજાનું ધાર્મિક મહત્વ શું, એ સમજાવી ઇસ્લામ અને અલ્લાહ પ્રત્યેની ધાર્મિકતા સમજાવવા ભૂલકાઓને પણ રોજા કરાવતા હોય ત્યારે રાજપીપળામા 6 વર્ષીય મોહમ્મદ દાનીશે આજે તેના જીવનનો પહેલો રોજો રાખી રબને રાજી કરવાનો પ્રયાસ કર્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590