Latest News

સાંસદ પ્રભુ વસાવાના હસ્તે ભારત સરકારના સ્વદેશી 4G સેચ્યુરેશન BSNL મોબાઈલ ટાવરનો વિધિવત શિલાન્યાસ કરાયો

Proud Tapi 21 Oct, 2023 04:23 PM ગુજરાત

તાપી જિલ્લાના પદમડુંગરી ખાતે થી રૂ.૧૪૮.૫ કરોડના કુલ ૧૧૨ 4G મોબાઇલ ટાવરોનો સાંસદ પ્રભુ વસાવાના હસ્તે શિલાન્યાસ

ભારત સરકારની દુરસંચાર વિંગ  BSNL અંતર્ગત દક્ષિણ ગુજરાતના બિઝનેસ ક્ષેત્રે  સુરત સર્કલ દ્વારા તાપી જિલ્લાના  ડોલવણ તાલુકાના પદમડુંગરી ખાતે ભારત સરકારના સ્વદેશી 4G સૈચ્યુરેશન BSNLના કુલ ૧૧૨ 4G મોબાઇલ ટાવરોનો શીલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો.

આ ઐતિહાસિક રીતે પદ્માવતી અને પાવન ભુમી તરીકે ઓળખાતા પદમડુંગરી ગામ થી ભારત સરકારના સ્વદેશી 4G સેચ્યુરેશન BSNL મોબાઈલ ટાવરનું સાંસદ પ્રભુ વસાવાના હસ્તે રૂ.૧૪૮.૫ કરોડના કુલ ૧૧૨ 4G મોબાઇલ ટાવરોનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાંસદ પ્રભુ વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાતના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ડિજિટલ ઇન્ડિયાની મુહિમ અંતર્ગત ડિજિટલાઇઝેશન ની પ્રક્રિયા થકી સૌથી વધારે  તાપી જિલ્લામાં ૧૧૨ ટાવર સ્થાપવાનું સૌ ભાગ્ય આજે મને મળ્યું છે.

આજે તાપી જિલ્લામાં  ૧૧૨ જેટલા સ્વદેશી  4G  મોબાઇલ ટાવરો બનાવી દેશમાં ડિજિટલ ઇન્ડિયાને સાર્થક કરવાના આપણા ભારત દેશના વડાપ્રધાન નું સપનું સાકાર થવા જઈ રહ્યું છે.વધુમાં ઉમેર્યું હતું કે તાપી જિલ્લાના ગામડાઓની વર્ષો જૂની માંગ હતી. જે આ મોબાઇલ ટાવર ઉભા થવાથી પુરી થશે. વર્ષ 2020 માં આવેલી કોરોના મહામારીએ મોબાઈલ નેટવર્ક ની મહત્વતા આપણે સમજાવી દીધી છે. આજે નેટવર્ક વગર કશું ચાલતું નથી, શિક્ષણ હોય કે આરોગ્ય વિષયક માહિતી થી સભર રહેવા આજે ઇન્ટરનેટ ખૂબ જ જરૂરી છે.

BSNLના જનરલ મેનેજર દ્વારા 4જી યુએસઓ સેચ્યુરેશન પ્રોજેક્ટ વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં BSNL USO 4G ના માત્ર ૧૫ ટાવરને મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ સાંસદ પ્રભુ વસાવાના અથાક પ્રયાસોથી વધુ ૮૦ ટાવર મંજૂર થયા એમ આજે  સમગ્ર તાપી જિલ્લામાં કુલ ૧૧૨ ટાવર મંજૂર કરવામાં આવ્યા છે.

નોધનિય છે કે  તાપી જિલ્લાના ડોલવન તલુકામાં ૧૧, કુકરમુંડા ૦૫, નિઝર ૦૫, સોનગઢ ૫૦, ઉચ્છલમાં  ૦૬, વ્યારા ૨૩ વાલોડ ૧૨ ટાવર બનશે. એક ટાવર કુલ રૂ.૧.૩૩ કરોડ એમ તાપી જિલ્લામા રૂ.૧૪૮.૫ કરોડના ૧૧૨ 4G મોબાઇલ ટાવરો સોલાર સિસ્ટમ અને આધુનિક ટેકનોલોજી સાથે બનશે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહ, બીએસએનએલના જનરલ મેનેજર સંજીવ સિંધવી, નાયબ વન સંરક્ષક  પુનિત નૈયર,BSNLના સુરત- તાપી જીલ્લાનો કાર્યભાર સંભાળતા એ જી એમ , સપના ગંગવાર સહિત અધિકારીઓ કર્મચારીઓ, ડોલવણ તાલુકાના પદાધિકારીઓ, ગામના સરપંચ તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post