સંભવિત તા.૮ થી ૧૨ માર્ચ સુધી હોળી પહેલા ડાંગ દરબાર યોજાશે
ડાંગ જિલ્લાની ભાતીગળ લોક સંસ્કૃતિને ઉજાગર કરતાં ‘ડાંગ દરબાર’ના ઐતિહાસિક લોકમેળાના આયોજનની તારીખ સંદર્ભે આજરોજ જિલ્લા પંચાયત કચેરીના સભાખંડમા, ડાંગ જિલ્લા કલેક્ટર રાજ સુથારના અધ્યક્ષ સ્થાને ડાંગ દરબાર-૨૦૨૫ના આયોજન અંગેની એક બેઠક યોજાઇ હતી.
આગામી મહિનાની સંભવિત તા.૮ થી ૧૨ માર્ચ ૨૦૨૫ સુધી, હોળી પહેલા ડાંગ દરબારના મેળાનું આયોજન કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ડાંગ દરબારનો મેળો પરંપરાગત રીતે દર વર્ષે યોજવામા આવે છે. આ મેળો હોળીના પાંચ દિવસ પહેલા યોજવામા આવે છે. ડાંગ દરબારનુ ઉદ્ધાટન રાજ્યપાલના હસ્તે કરવામા આવે છે. રાજ્યપાલ દ્વારા ડાંગ જિલ્લાના પાંચ રાજવીશ્રીઓનુ સન્માન કરવામા આવે છે.
જિલ્લા પંચાયતના સભાખંડમા યોજાયેલ બેઠકમા નાયબ દંડક વિજયભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, રાજવી શ્રી તપતરાવ આનંદરાવ દહેર, શ્રી ભવરસિંગ હસુસિંગ લીંગા, ધનરાજસિંહ ચંદ્રસિંહ વાસુર્ણા, શ્રી ત્રીકમરાવ સાહેબરાવ પીંપરી, તેમજ આહવા તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઇ ચૌધરી, આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરિચંદભાઇ ભોયે, ઉપ સરપંચ હરિરામભાઇ સાવંત, સહિત ઇન્ચાર્જ અધિક નિવાસી કલેક્ટર મેહુલ ખાંટ, પ્રાંત અધિકારી સુ.શ્રી કાજલ આંબલીયા, નાયબ પોલીસ અધિક્ષક સુનિલ પાટીલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હિમાંશુ ગામિત, આહવા મામલતદાર યોગેશ ચૌધરી, ચૂંટણી ઇન્ચાર્જ મામલતદાર મિનેશ ગાયકવાડ, મદદનિશ વન સંરક્ષક સર્વે રાહુલ પટેલ, હાર્દિક ચૌધરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590