વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સ્વાગત કર્યું હતું. UAEના રાષ્ટ્રપતિને લેવા માટે PM મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એરપોર્ટ પહોંચ્યા હતા.
UAEના રાષ્ટ્રપતિનું ચાર્ટર્ડ પ્લેન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યું હતું. ત્યારબાદ પીએમ મોદી એને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. જે બાદ બંને દેશના વડાએ એરપોર્ટ તિરંગા સર્કલથી રોડ શો યોજ્યો હતો. રોડ શોના રૂટ પર અલગ અલગ સ્વાગત પોઈન્ટ બનાવવામાં આવ્યા હતા. સ્વાગત પોઈન્ટ પર અલગ અલગ રાજ્યોની ઝાંખી રજૂ કરાઈ હતી.
આ અગાઉ પીએમ મોદીએ ગાંધીનગરમાં વાઈબ્રેન્ટ ગુજરાત વૈશ્વિક વેપાર પ્રદર્શની 2024નું ઉદ્ધાટન કર્યું હતું. આ વૈશ્વિક પ્રદર્શની ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં હેલીપૈડ ગ્રાઉન્ડના કેન્દ્રમાં આવેલા હોલમાં લગાવવામાં આવી છે. તેનું કુલ ક્ષેત્રફળ લગભગ બે લાખ વર્ગ મીટર છે. પ્રદર્શનીમાં કુલ 20 દેશ ભાગ લઈ રહ્યા છે. તેની શરુઆત વાઈબ્રન્ટ ગુજરાત શિખર સંમેલનની પહેલા થઈ છે. આ શિખર સંમેલનનું ઉદ્ધાટન પણ પીએમ મોદી બુધવારે કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સ્વાગત કર્યું.. UAEના રાષ્ટ્રપતિને લેવા માટે PM મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એરપોર્ટ પહોંચ્યા હતા. UAEના રાષ્ટ્રપતિનું ચાર્ટર્ડ પ્લેન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યું હતું. ત્યારબાદ પીએમ મોદી એને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું.જે બાદ બંને દેશના વડાએ એરપોર્ટ તિરંગા સર્કલથી રોડ શો યોજ્યો હતો.રોડ શોના રૂટ પર અલગ અલગ સ્વાગત પોઈન્ટ બનાવવામાં આવ્યા હતા. સ્વાગત પોઈન્ટ પર અલગ અલગ રાજ્યોની ઝાંખી રજૂ કરાઈ હતી.
આજે સાંજે હોટેલ લીલા ખાતે પીએમ મોદી UAEના રાષ્ટ્રપતિ સાથે દ્વીપક્ષીય બેઠક કરશે. આ પ્રસંગે ભારત અને UAE વચ્ચે ખાસ ટ્રેડ અને ટેક્નોલોજી મુદ્દે MOU થવાની શક્યતા છે, તો હોટેલ લીલા ખાતે પ્રધાનમંત્રી મોદી રાત્રિ ભોજન પણ લેશે.
મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને તેમજ દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા.10 જાન્યુઆરી 2024ના રોજ 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે સૌને આકર્ષવા અને આવકારવા ગાંધીનગર સંપૂર્ણ સજ્જ બન્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590