મહેશ પાડવી ( પ્રતિનિધિ) : નિઝર તાલુકાના વેલદા ગામમાં શિવ નગરી કોમ્પ્લેક્સની નીચે પાર્ક કરેલ મોટર સાયકલ ચોરી થઈ જતા,પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.મહેસાણાના આરીફ અલી હૈદર અલી સૈયદ (હાલ રહે.વેલદા ગામ,શિવનગરી કોમ્પ્લેક્ષ તા.નિઝર જી.તાપી મૂળ રહે.ખેરાલુ ગામ,તા.ખેરાલું જી.મહેસાણા) એ પોતાની હોન્ડા સીડી ડીલક્ષ મોટરસાયકલ રજી.નં.GJ-02-BK-3888 (જેની કિં.રૂ.25 હજાર)ને વેલદા ગામે શિવ નગરી કોમ્પ્લેક્ષની નીચે ખુલ્લી જગ્યામાં લોક કરી ગયા હતા.અને પોતાના રૂમમાં સુવા માટે જતા રહ્યા હતા.બીજા દિવસે સવારે આવીને જોતા મોટરસાયકલ મળી આવી નહોતી.જે બાદ આસપાસ શોધખોળ કરી પૂછપરછ કરવામાં આવી હતી.પરંતુ મોટર સાઇકલ મળી આવી નહોતી.જે બાદ તેમના દ્વારા નિઝર પોલીસ મથકે ફરિયાદ નોંધી હતી.નિઝર પોલીસે મોટરસાયકલ ચોરી અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590