અમદાવાદ શહેરના જશોદાનગર ચાર રસ્તા પાસે મંગળવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના કચરો વહન કરતા ડમ્પરને ટક્કર મારતા એક મહિલા સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા. ડમ્પરે છ વાહનોને ટક્કર મારી હતી. મળતી માહિતી મુજબ ડમ્પરે બે કાર, એક રિક્ષા અને ત્રણ મોટરસાઈકલને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા છે. જેમાંથી મહિલાનો હાથ ખરાબ રીતે કચડાઈ ગયો હતો. ઘાયલોમાં એકની હાલત નાજુક હોવાનું કહેવાય છે. ત્રણેયને 108 એમ્બ્યુલન્સ મારફતે એલજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બીજી તરફ આ ઘટનાને પગલે જશોદાનગર ચાર રસ્તા પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિકને સુચારૂ બનાવ્યો હતો. અકસ્માતથી ગુસ્સે થયેલા લોકોએ ડમ્પર ચાલક પર પોતાનો ગુસ્સો કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસ તેને બચાવી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590