વ્યારા ખાતે આવેલ સયાજી સર્કલનું નામ કમલમ કરવા અંગે માજી કોર્પોરેટર દ્વારા આવેદન આપવામાં આવતા,રાજકીય કર્મશીલ રોમેલ સુતરીયાએ જણાવ્યું કે,સયાજી સર્કલનું નામ "કમલમ" કરશો તો વ્યારા નગરનું નામ બિરસા નગર કરો.
તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે આવેલ સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાની આસપાસ લાખો રૂપિયાના ખર્ચે કમળ બનાવવામાં આવેલ છે.જેના કારણે પૂર્વ કોર્પોરેશન દ્વારા નગરપાલિકા પ્રમુખને રજૂઆત કરી જણાવવામાં આવ્યું હતું કે, સયાજી સર્કલ નું નામ બદલીને "કમલમ" કરવામાં આવે. જેની સખત નિંદા કરવામાં આવી રહી છે.
આ અંગેના વિરોધમાં રાજકીય કર્મશીલ રોમેલ સુતરીયા મેદાને આવ્યા હતા અને જણાવ્યું હતું કે,સયાજીરાવ ગાયકવાડ ના નામના બદલે "કમલમ" કરવામાં આવે તો તે સયાજીરાવ ગાયકવાડનું અપમાન ગણાશે.તેમજ તેમણે ચીમકી ઉચ્ચારી છે કે,જો સર્કલ નું નામ બદલવામાં આવે તો આદિવાસીઓના બહુલ વિસ્તાર એવા તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા નગર નું નામ આદિવાસી યોદ્ધા બિરસા મુંડાના નામથી બીરસાનગર કરવામાં આવે એવો અવાજ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઉઠાવવામાં આવશે.
રાજકારણીઓ દ્વારા આ પ્રકારના નિવેદનો ના કારણે જિલ્લાનું રાજકારણ ગરમાયું હોય તેવું જોવા મળી રહ્યું છે.પરંતુ જો સર્કલ નુ નામ બદલવામાં આવશે તો આવનાર સમયમાં મોટી રાજનીતિ રમવામાં આવશે એમ દેખાઈ રહ્યું છે.
રોમેલ સુતરીયાએ વધુમાં સૂચન કર્યું હતું કે,રાજકીય પક્ષોએ આ પ્રકારના નિવેદનો આપીને માહોલ બગાડવાને બદલે શંકર ફળિયાના બેઘર થયેલા પરિવારોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવી જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે,ગુજરાતમાં રાજકારણીઓ દ્વારા આ પ્રકારની રમતો ઘણીવાર રમવામાં આવી છે.તો શું જિલ્લાના રાજકીય પક્ષો પણ હવે એ માર્ગે દોરાઈ રહ્યા છે કે કેમ ?
સયાજીરાવ ગાયકવાડ સર્કલનું નામ બદલવામાં આવશે તો આવનાર સમયમાં મોટા પ્રમાણમાં જન આક્રોશ જોવા મળશે તે નક્કી છે.પરંતુ હવે તંત્ર દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું મહત્વનું રહ્યું.!!
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590