ઉચ્છલ તાલુકાના નારણપુર ગામે બસ સ્ટેશનની સામે વરલી મટકાનો જુગાર રમાડતા એક ઇસમને પોલીસે રેડ કરી ઝડપી પાડી એકને વોન્ટેડ જાહેર કર્યો છે.ઉચ્છલ પોલીસ સ્ટેશનના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે નારણપુર ગામમાં બસ સ્ટેશનની સામે મંદિર ની પાછળ ખુલ્લી જગ્યામાં આંબાના ઝાડ નીચે વરલી મટકાનો જુગાર રમાડતા હોય,જે બાતમીના આધારે ઉચ્છલ પોલીસે રેડ કરી મુંબઈ થી નીકળતા વરલી મટકાના આંકડાઓ પર જુગાર રમાડનાર રમણભાઈ ગોવિંદભાઈ ગામીત (રહે .બોરડી ફળિયુ,નારણપુર )ને પોલીસે ઝડપી પાડ્યો હતો. તેમજ જુગાર ના સાધનો, મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ રૂ.3,460/- મળી આવી હતી.જ્યારે વરલી મટકા જુગારના આંકડાઓ લખાવનાર નારણપુરનો મુખ્ય આરોપી ફિલીપભાઈ ગામીત ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. વોન્ટેડ આરોપીની શોધખોળ ઉચ્છલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590