ઝઘડિયા તાલુકાના કુવરપરા ગામનો 21 વર્ષ યુવાન મોટરસાયકલ પર સવાર થઈ જઈ રહ્યો હતો, ત્યારે ત્રણેય યુવકો સમયે ધારીખેડા સુગર ફેક્ટરી પાસે હાઇવે પર રોકીને ઢીક્કા મૂક્કી નો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
ઝઘડિયાના કુંવરપરા ગામના યોગેશભાઈ રાજેશભાઈ વસાવા (રહે.કુંવરપરા પીપળાફળીયુ તા.ઝગડીયા જી.ભરૂચ ) નર્મદાના પોઇચા નીલકંઠ ધામ મંદિરેથી પોતાની મોટરસાયકલ લઈને પરત ઘરે ફરી રહ્યા હતા.ત્યારે તેઓ ધારીખેડા સુગર ફેકટરી પાસેથી પસાર થઈ રહ્યા હતા તે વેળાએ મોટરસાયકલ ઉપરથી નીચે પાડી દઈ હસમુખભાઈ ઉર્ફે વિશાલ અને બીજા બે ઈસમોએ ઢીક્કા મુક્કીનો માર માર્યો હતો.તેમજ તેમને બચાવવા આવેલ વિષ્ણુ ભાઈને પણ ઢીક્કા મુક્કીનો માર મારી માથાના પાછળના ભાગે પંચ્ચારી લોહી કાઢી ઇજા પહોંચાડી હતી.અને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ત્યારે આ અંગેની ફરિયાદ આમલેથા પોલીસ મથકે નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590