ગરુડેશ્વર તાલુકાના વાઘરેલી ગામમાં જમીન ના શેઢા બાબતે ઝઘડો થતાં બળદ હાંકવાની વાંસની લાકડી નો પરોણો વડે વૃદ્ધને માથાના ભાગે સપાટો મારી લોહી લુહાણ કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના વઘરાલી ગામના ૬૫ વર્ષીય વૃદ્ધ રામજીભાઈ ઈશ્વરભાઈ તડવી (રહે.આમલી ફળીયુ,વઘરાલી તા.ગરુડેશ્વર, જી. નર્મદા) તેમના ભાગની જમીનમાં જુત હાંકતા હતા.ત્યારે નિર્મલભાઇ ગુલાબભાઈ તડવી (રહે.આમલી ફળીયુ,વઘરાલી તા.ગરુડેશ્વર, જી. નર્મદા) પણ બાજુમાં આવેલા તેમના ખેતરમાં જુત હાંકતા હતા. તે વખતે વૃદ્ધએ આ નિર્મલ તડવી ને કહેલ કે, તું ખેતર નો શેઢો કેમ કાઢી નાખેલ છે ,તેમ કહેતા નિર્મલે જણાવ્યું કે, આ જમીનમાં મારો પણ ભાગ છે,એટલે મેં ખેતર નો શેઢો તોડી નાખ્યો છે,તારાથી થાય તે કરી લે, તેવું કહી ગમે તેમ ગાળો બોલવા લાગ્યો હતો.જે દરમિયાન વૃદ્ધએ ગાળો બોલવાની ના પાડતા નિર્મલ તડવી એકદમ ઉશ્કેરાઈ જઇ તેના હાથમાં બળદ હાંકવાની વાસની લાકડીનો પરોણો વડે વૃદ્ધના માથાના ભાગે એક સપાટો મારી દઈ ચામડી ફાડી લોહી કાઢી ઇજા પહોંચાડી હતી. જે બાદ આ અંગેનો ગુનો ગરુડેશ્વર પોલીસ મથકે નોંધવામાં આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590