દારૂની હેરાફેરી માટે સરકારી ગાડીનો ઉપયોગ થયો એ ગંભીર બાબત છે, પરંતુ આ દારૂ કોના માટે લઈ જવાતો હતો એ પણ તપાસનો વિષય!
વહાબ શેખ, નર્મદા :ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, પરંતુ અહીં દરરોજ દેશી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હોય તેવા સમાચાર તો મળતા રહે છે. ત્યારે ગુજરાતના પડોશી રાજ્યો માંથી યેનકેન પ્રકારે દારૂનો જથ્થો ઘુસાડવામાં આવે છે અને દારૂની હેરાફેરી માટે બૂટલેગરો અવનવી તરકીબો અજમાવતા હોય છે, જોકે અહીં જે બનવા બન્યો છે તેને ખૂબ જ ચર્ચા જગાવી છે જેમાં રાજપીપળા ટાઉન પોલીસે ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી સરકારી ગાડીમાં દારૂની હેરાફેરી કરતા ગાડીના ડ્રાઈવર ની ઈંગ્લીશ દારૂની 12 નંગ બોટલો સાથે ધરપકડ કરી છે.
પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ મુજબ રાજપીપળા ટાઉન પોલીસે એક ટાટા સુમો ગાડીમાં મોવી ચોકડી તરફથી વિદેશી દારૂ ભરી રાજપીપળા તરફ આવતી હોવાની ખાનગી રાહે મળેલી બાતમી મળતા નાંદોદ તાલુકાના નાના રાયપરા ગામ પાસે નાકાબંધી કરી વોચ ગોઠવી ઊભા હતા.
ત્યારે ખામર ચોકડી તરફથી આવી રહેલી ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી ટાટા સુમો ગાડી નં. જીજે. 22. જી. 0128 ને અટકાવી ગાડી ચાલકને તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ તેજસ નાગજી રાવલ રહે. વિશાવગા, રાજપીપળા, તા.નાંદોદ, જી. નર્મદા અને તે કરજણ સિંચાઈ યોજનાની આ ગાડીમાં છેલ્લા 4 વર્ષથી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ફરજ બજાવતો હોવાનું જણાવ્યું હતું. ગાડીની અંદર ચેક કરતા વચ્ચેની સીટ નીચેથી પોલીસને ઈંગ્લીશ દારૂની 12 બોટલો મળી આવતા રૂ.1800 ના વિદેશી દારૂ તેમજ ટાટા સુમો ગાડી સહિત કુલ 3,01,800 ના મુદ્દામાલ સાથે ગાડી ચાલક તેજસ નાગજી રાવલની ધરપકડ કરી હતી
આ દારૂ કોના માટે લઈ જવાતો હતો એ તપાસનો વિષય છે,પરંતુ દારૂની હેરાફેરી માટે સરકારી ગાડીનો ઉપયોગ થયો એ ગંભીર બાબત છે. પાછળના વર્ષોમાં પણ આવેલી રાજપીપળામાં કેટલીક સરકારી કચેરીઓમાં શનિ, રવિવારનાં દિવસોમાં દારૂની મહેફિલો ચાલતી હોવાની વાત સંભળાઈ હતી અને અમુક કચેરી બહાર દારૂની ખાલી બોટલો પણ પડેલી જોવા મળી હતી તો, શું આ બોટલ કોઈ સરકારી કચેરીમાં શનિ કે રવિવારે પાર્ટી માટે મંગાવવામાં આવી હતી ? તેવા ગંભીર અને ચર્ચાસ્પદ સવાલો ઉઠ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590