વહાબ શેખ, નર્મદા : નર્મદા જિલ્લાના સાગબારાના દેવમોગરા ખાતે ફરજ બજાવતા ફોરેસ્ટ વિભાગના કર્મીની પત્નીએ ઝેર પી લઈ આત્મહત્યા કરી લેતા,પરિવાર દ્વારા ફરિયાદ કરી આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે, ફોરેસ્ટ કર્મીએ આત્મહત્યા બાબતે દુષ્પ્રેરણા આપતા ઝેર પી લઈ તેણીએ આત્મહત્યા કરી છે.
છોટાઉદેપુર ખાતે રહેતી દક્ષાબેન પુનિયાભાઈ રાઠવા એ પોતાના જ ગામમાં રહેતા ફોરેસ્ટ કર્મી અજીત ભુરાભાઈ રાઠવા (મૂળ રહે.સિમલ ફળિયા, તા. છોટાઉદેપુર જી. છોટાઉદેપુર હાલ રહે. દેવમોગરા,ફોરેસ્ટ ક્વાર્ટર તા. સાગબારા જી.નર્મદા )સાથે પ્રેમલગ્ન કર્યા હતા.પરંતુ તેમના રીતિ રિવાજ મુજબ દાવો ભાંગવાનો બાકી હતો.જે બાદ દક્ષાબેન વડોદરા ખાતે ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામગીરી કરતી હતી. ત્યારે દક્ષાબેન રજાના દિવસે અજીતભાઈ રાઠવા ને મળવા દેવમોગરા જતા હતા. દક્ષાબેન અજીતભાઈ ને સમાજ ના રીતિ રીવાજ મુજબ દાવાની વાત કરતા ત્યારે તેઓ બહાનું કાઢતા અને કહેતા કે, તુ મને ગમતી નથી અને તને રાખીશ તો પણ બીજી રાખીસ અને તુ અહીંયા થી જતી રહે.,એમ કહી તેણીને આપઘાત કરવા માટે મજબૂર કરતા હતા. જે બાદ દક્ષાબેને ગત તારીખ ૨૬/૦૬/૨૦૨૩ ના રોજ ઝેર પી લીધું હતું. જે બાદ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.
આ અંગેની જાણ દક્ષાબેન ના પરિવારને થતા તેઓ દેવમોગરા ખાતે પહોંચ્યા હતા. અને ફોરેસ્ટ વિભાગના કર્મી અજીતભાઈ રાઠવા દ્વારા જ આત્મહત્યા કરવા તેણીને દુષ્પ્રેરણા આપી હોવાના આક્ષેપો સાથે સાગબારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590