Latest News

તાપી જિલ્લાની તમામ અદાલતોમાં આગામી ૦૮મી માર્ચે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

Proud Tapi 28 Feb, 2025 11:43 AM ગુજરાત

તમામ પક્ષકારો,વકીલશ્રીઓ તથા જાહેર જનતાએતા.૦૮ માર્ચ -૨૦૨૫ શનિવારના રોજ નામદાર રાષ્ટ્રીય કાનૂની સેવા સતા મંડળ (નાલ્સા), નવી દિલ્લી તેમજ નામદાર ગુજરાત રાજય

કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લા મથક વ્યારા તેમજ તાલુકા કક્ષાએ વ્યારા, વાલોડ, ડોલવણ, સોનગઢ, ઉચ્છલ, નિઝરની તમામ અદાલતોમાં વર્ષ ૨૦૨૪ ની ત્રીજી નેશનલ લોક-અદાલતનુ આયોજન કરવામાં આવેલ છે.

જેથી તમામ પક્ષકારો, વકીલશ્રીઓ તથા જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે, આગામી તા.૦૮મી માર્ચ ૨૦૨૫ શનિવારના રોજ યોજાનાર જનરલ લોકઅદાલતમાં જિલ્લા કક્ષાએથી લઈને તાલુકા કક્ષા સુધીની તમામ અદાલતોમાં સમાધાનથી નિકાલ કરવા વિવિધ કેસો મુકી શકાશે, જેમાં કોર્ટોમાં માંડવાળ કરી શકાય તેવા સમાધાન પાત્ર કેસો, નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ હેઠળના કેસો, બેંક રીકવરી કેસો, વાહન અકસ્માત સંબંધિત વળતરના કેસો, મજુર તકરારને લગતા કેસો, લાઈટ બીલ અને પાણી બીલના લગતા કેસો(નોન- કંપાઉન્ડેબર સિવાય), કૌટુંબિક તથા લગ્ન જીવનની તકરારને લગતા કેસો, જમીન સંપાદન હેઠળના કેસો, પગાર અને નિવૃતિને લગતી સર્વિસ મેર્ટસ, રેવન્યુ સંબધિત કેસો, દિવાની કેસો જેવા કે ભાડુઆત સબંધિત, બેંક લેંણા, ડેન્ટ રીકવરી, અંગેની કોઈ અપીલ કે કેસ જિલ્લાની અદાલતોમાં દાખલ કરેલ હોય અને સુનવણી માટે પડતર હોય, તેવા કેસ કે અપીલ અને પ્રિ લીટીગેશન કેસોને પણ લોક અદાલતમાં મુકી સમાધાનથી સુમેળભર્યો નિકાલ કરવાની પ્રકીયા હાથ ધરવામાં આવનાર છે. જેથી તમામ પક્ષકારો, વકીલશ્રીઓ તથા જાહેર જનતાને આ લોક અદાલતમાં ભાગ લઈ લોક અદાલતને સફળ બનાવવા આગ્રહ ભરી વિનંતી કરવામાં આવે છે.

પક્ષકારોએ તેમના કેસ લોક અદાલતમાં મુકવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, તાપી મું વ્યારાનો, ફોન નં- ૯૫૭૪૬૦૪૧૭૫ પર અથવા તો લાગુ પડતી તાલુકા કાનૂની સેવા સમિતિઓનો નીચે મુજબના ફોન નંબરો ઉપર સંપર્ક કરી શકે છે. 

તાલુકા કાનૂની સેવા સમિતિ વ્યારા -મો. નં. ૦૨૬૨૬-૨૨૧૩૭૦ , નિઝર મો. નં ૯૬૨૪૬૭૪૧૯૧,ઉચ્છલ -મો. ન ૬૩૫૧૨૨૭૨૧૯,સોનગઢ મો. નં ૯૭૨૪૭૪૯૦૯૪, વાલોડ મો. નં ૯૬૮૭૧૨૯૩૬૪, ડોલવણ મો નં ૯૪૨૭૬૬૪૬૨૭ પર સંપર્ક કરવાનો રહેશે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post