સોનગઢ પોલીસે આરટીઓ પાસેથી ટ્રકમાં ભરી કતલખાને લઈ જતા પશુઓ સાથે બે ને ઝડપી પાડ્યા હતા.તેમજ કુલ કિંમત રૂપિયા ૧૩,૩૩,૦૦૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને પશુઓ ભરી આપનાર ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
સોનગઢ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,વ્યારા તરફથી એક ટ્રકમાં બે ઇસમો ૧૬ જેટલી દુધાળી ભેંશો ભરીને પસાર થનાર છે.જે બાતમીના આધારે સોનગઢ પોલીસ સ્ટાફના માણસોએ આરટીઓ પાસે વોચ ગોઠવી હતી. ત્યારે ટાટા કંપનીનો ટ્રક રજી. નં.GJ-24-V-7872 આવતા પોલીસે તેની તપાસ કરી હતી.ત્યારે ટ્રકમાં કોઈ પણ પાસ પરમીટ વગરની કુલ ભેંસો નંગ -૧૬ મળી આવી હતી.જે બાદ પોલીસે ટ્રક સવાર (૧)ઇકબાલ ગની સિપાઈ (રહે.ગામ. દસાડા તા. દસાડા પાટડી જી. સુરેન્દ્રનગર),(૨)શાહરૂખખાન શાજીદખાન સિપાઇ (રહે.ગામ. જુના ડીસા, તા. ડીસા જી. બનાસકાંઠા) બંને ઈસમોની અટકાયત કરી હતી.તેમજ ભેંસો નંગ-૧૬ જેની કિંમત રૂપિયા ૩.૨૦ લાખ તથા ટ્રકની કિંમત રૂપિયા ૧૦ લાખ તથા મોબાઇલ નંગ-૦૨ જેની કિંમત રૂપિયા ૧૩ હજાર એમ મળી કુલ કિંમત રૂપિયા ૧૩,૩૩,૦૦૦/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.અને ટ્રક માલિક તથા પશુઓ ભરી આપનાર અઝર મલેકને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે.સોનગઢ પોલીસે આ અંગેનો ગુન્હો નોંધી વોન્ટેડ આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590